Gujarat

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર્ક સક્રિય કર્યું

By GS TEAM
10 May 20261 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 7632 બોટલ સહિત રૂ.57,02,859નો મુદ્દામાલ કબજે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર્ક સક્રિય કર્યું

Jamnagar News: જામનગર તાલુકાના દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ 7632 બોટલ સહિત રૂ.57,02,859નો મુદ્દામાલ કબજે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

રૂ. 57 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

જામનગર પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસે બાતમીના આધારે GIDC વિસ્તારમાં પ્રાઇવેટ ઝોનમાં નિલકંઠ એસ્ટેટ, શેરી નં.2 ખાતે આવેલા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લોટમાં આવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 236 પેટી મળી આવી હતી. 

પાસાના આરોપી દ્વારા ફરી દારૂનું નેટવર્ટ સક્રિય

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, થોડા સમય પહેલાં પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા જામનગરના પ્રણામીનગરના રહેવાસી મહાવીરસિંહ દેવાજી જાડેજા દ્વારા ફરી દારૂનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દારૂના સપ્લાય ચેઇન અને સંડોવાયેલા શખસો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. દરોડા દરમિયાન આરોપી ઘટનાસ્થળે હાજર નહોતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.