ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે
સંશોધન, અવકાશયાત્રા, એ.આઇ., પર્યાવરણ સંરક્ષણ, સમુદ્ર જીવની થીમ પર ત્રણ-ત્રણ દિવસના કેમ્પા
ભાવનગર - શહેરના નારી સ્થિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ બેઝ વિવિધ થીમ પર પાંચ નિવાસી કેમ્પનું આયોજન મે માસ દરમિયાન કરાયું છે. જેમાં ધો.૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉનાળામાં એક ખાસ રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ ૨૦૨૬નું આયોજન કરવા જઇ રહ્યું છે. જેમાં તા.૧ થી ૩ મે દરમિયાન વિદ્યાર્થીઓને વૈજ્ઞાાનિક, વિચારશૈલી અને સંશોધન પદ્ધતિઓનો પરિચય મળશે. વિવિધ પ્રયોગો દ્વારા સાયન્સના મુળભૂત સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવામાં આવશે, તા.૬ થી ૮ મે વિદ્યાર્થીઓ અંતરિક્ષ, ગ્રહો અને ગેલેક્સીની અજાયબી દુનિયા સાથે પરિચિત થશે. તા.૧૪ થી ૧૬ મે દરમિયાન વિદ્યાર્થીઓને સમુદ્ર જીવન અને મરીન ઇકોસિસ્ટમ વિશે રસપ્રદ માહિતી મળશે તેમજ મશીનોના કાર્ય વિશે પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવશે. તા.૨૧ થી ૨૩ મે દરમિયાન વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના આધુનિક ક્ષેત્રનો પરિચય આપવામાં આવશે. તો તા.૨૮ થી ૩૦ મે દરમિયાન વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે સીધો સંપર્ક સાધી બાયોડાયવર્સિટી અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃત બનશે. આ કેમ્પમાં ધો.૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ પોતાની મનગમતી થીમની પસંદગી કરી શકશે. કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે.


