Get The App

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં 1 - image

Jamnagar Gambling : જામનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા તત્વો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કાલાવડ ટાઉન પોલીસ અને લાલપુર પોલીસ સ્ટેશનની ટીમોએ અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડી કુલ પાંચ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડ્યા છે.

કાલાવડ બસ સ્ટેશન નજીક રિક્ષા સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા બે શખ્સો પાસેથી રોકડા રૂપિયા 1,250 કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે મોહસીનભાઈ દાઉદભાઈ પઠાણ (ઉંમર 34 વર્ષ) અને શાહનવાજભાઈ કરીમભાઈ અભેસોરા (ઉંમર 21 વર્ષ) સામે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત લાલપુર ખાતે ધરાનગર ધાર ઉપર મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તી જુગાર રમતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઇબ્રાહીમ રોશન રાઠોડ (ઉંમર 51 વર્ષ), રાણાભાઈ રોશનભાઈ રાઠોડ (ઉંમર 60 વર્ષ) તથા જુસા રોશનભાઈ પરમાર (ઉંમર 62 વર્ષ) પાસેથી રોકડા રૂપિયા 4,130 તથા ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય બે આરોપીઓને સિનિયર સીટીઝન હોવાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી હતી.

જિલ્લા પોલીસની બંને કાર્યવાહીમાં કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ કુલ રૂપિયા 5,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.