Get The App

વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ દોડતી થઈ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ દોડતી થઈ 1 - image


Vadodara News: રાજ્યમાં ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ચોરો બેફામ બન્યા છે. હવે સુરક્ષિત ગણાતાં શહેરના ગીચ વિસ્તારોમાં પણ ચોરો દ્વારા હાથ ફેરો કરાયો હોવાની ઘટનાઓ બની રહી છે. જેમાં માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરીની ઘટનાની બનતાં પોલીસ દોડતી થઈ છે.

માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી

મળતી માહિતી મુજબ, વડોદરમાં ચાર દિવસ પહેલા નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વહેલી સવારે સ્કૂટર ઉપર આવેલા ત્રણ ચોર મકાનમાંથી દાગીના અને રોકડ ચોરી ગયા હતા. જ્યારે બે દિવસ પહેલા તુલસીવાડીના મકાનમાંથી એક ગઠિયો ત્રણ મોબાઇલ ચોરી જતાં પકડાઈ ગયો હતો. 

આ દરમિયાન ગુરુવારે(14 મે) વહેલી સવારે સૌથી સુરક્ષિત મનાતા અમદાવાદી પોળ વિસ્તારમાં માંજલપુરના ધારાસભ્યના મકાનની નજીકમાં જ તેમના ભત્રીજાના મકાનમાં ચોરીની ઘટના બની છે. 

આ પણ વાંચો: વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો પક્ષનો આક્ષેપ

લેપટોપ અને રૂ.5 લાખ રોકડ લઈ આરોપી ફરાર

ચોરીની ઘટના મામલે અમદાવાદી પોળના 63 નંબરના મકાનમાં રહેતા અમિશ સુનિલભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, 'મારી પત્ની હાલ પિયર ગઈ હોવાથી મકાનમાં હું અને મારી માતા રહીએ છીએ. સવારે હું વોક માટે કમાટીબાગમાં ગયો હતો અને મારા મમ્મી અંબાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા, આ દરમિયાન સ્ટોર રૂમ ખોલીને કોઈ વ્યક્તિ મકાનની ચાવી લઈ ઘરમાંથી રોકડા રૂ.5 લાખ અને લેપટોપ ઉઠાવી ગઈ હતી.'

સમગ્ર ઘટનાને પગલે ધારાસભ્યના ભત્રીજાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ચોરીની ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.