Get The App

અમૃતસરથી 83 લાખનું હેરોઈન વેચવા આવેલા 4 પંજાબી પકડાયા

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News

જામનગર નજીક મજૂર વસાહતમાં નશીલું દ્રવ્ય ઘૂસાડવાનું નેટવર્ક : બાતમીના આધારે SOGએ મોટી ખાવડીની હોટલમાં છાપો માર્યો : 418 ગ્રામ હેરોઈન જપ્ત : અમૃતસરના સપ્લાયરનું નામ ખુલ્યું

જામનગર, : મોટીખાવડી વિસ્તારમાં મજૂરોની વસાહતની વચ્ચે નશાકારક પદાર્થને ઘુસાડવા માટેનું મટુ નેટવર્ક પોલીસે પકડી પાડયું છે. પંજાબથી હેરોઈનનો માતબર જથ્થો લઈને એક હોટલમાં ઉતરેલા ચાર પંજાબી શખ્સોને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધા છે અને તેઓની પાસેથી 83 લાખથી વધુની કિંમતનો નશાકારક પદાર્થ હેરોઈનનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે 'નો ડ્રગ્સ ઈન જામનગર' હેઠળનું અભિયાન ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતા મોટી ખાવડી ગામે આવેલી હોટલના રૂમ નં. 202માં દરોડો પાડયો હતો. જયાં ઉતરેલા અને મૂળ પંજાબના વતની વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાને રૂા 83.60 લાખની કિંમતના 418 ગ્રામ કેફી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે પકડી લીધા હતાં.

પોલીસે રૂા. 84,14,000નો મુદામાલકબજે કરી ચારેય વિરૂધ્ધ મેઘપર પડાણા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આ જથ્થો અમૃતસરમાં રહેતા ફિલિપ્સ ઉર્ફે ફોજી નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હોવાથી તેને ફરાર જાહેર કરી તપાસનો દોર પંજાબ સુધી લંબાવાયો છે.