Get The App

ટેલિગ્રામ ટાસ્ક અને 'એક કા ડબલ'ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
ટેલિગ્રામ ટાસ્ક અને 'એક કા ડબલ'ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ 1 - image

અમરેલીના ગ્રામ્ય વિસ્તારો સાયબર ઠગો માટે સોફ્ટ ટાર્ગેટ  : બાબરા, દામનગર, સાવરકુંડલા અને પીપાવાવ મરીન પોલીસ મથકે ગુના નોંધાયા : OTP વગર પણ મોબાઈલ હેક કરીને ખેલ 

અમરેલી,  : અમરેલી જિલ્લામાં સાયબર ગઠિયાઓએ છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ઓનલાઇન રોકાણ, ટાસ્ક ફ્રોડ અને મોબાઈલ હેક કરીને એક ડાક્ટર સહિત ચાર નાગરિકો પાસેથી કુલ 8,83,800 ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદો નોંધાતા સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી છે.

બાબરા હોસ્પિટલ ક્વાર્ટર્સમાં રહેતા ડાક્ટર મોહિતભાઈ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ. 30)એ બાબરા પોલીસ મથકે અજાણ્યા ટેલિગ્રામ એકાઉન્ટ ધારકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ટેલિગ્રામ પર જુદા-જુદા આઈડી ધારકોએ ડાક્ટરનો સંપર્ક કર્યો હતો. સાયબર ગઠિયાઓએ શરૃઆતમાં રોકાણના નામે વિશ્વાસ જીતવા ૩,૬૧૦ નો પ્રોફિટ પાછો આપ્યો હતો. ત્યારબાદ વધુ કમાણીની લાલચ આપી વિવિધ બેંકના અલગ-અલગ 7 ખાતાઓમાં કુલ 4,05,000 નંખાવી લઈ ઓનલાઇન વિશ્વાસઘાત કર્યો હતો.

રાજુલાના ચાંચબંદર (ફુલવાડી વિસ્તાર) ખાતે રહેતા કોન્ટ્રાક્ટર વિપુલભાઈ વલ્લભભાઈ શિયાળ (ઉ.વ. 27)ના મિત્ર ગોપાલનો ફોન હેક કરી, તેના વ્હોટ્સએપ પરથી 'કિંગ ઓફ ચાંચ' નામના ગૃ્રપમાં એક એપ્લિકેશન મોકલી હતી. વિપુલભાઈએ આ આર.ટી.ઓ ઇ-ચલણની એપ્લિકેશન હોવાનું સમજી ડાઉનલોડ કરતાં જ ઠગોએ તેમના મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ તેમની જાણ બહાર બેંક ખાતામાંથી ફેડરલ બેંકના એક ખાતામાં કુલ 3,57,200 ટ્રાન્સફર કરી લીધા હતા. 

સાવરકુંડલાનાં ધજડી ગામે રહેતા ભરતભાઈ દિલુભાઈ ખુમાણ (ઉં.વ. 31)નો મોબાઈલ કોઈ અજાણ્યા શખ્સે હેક કરી કોઈ પણ ઓટીપી વગર તેના ખાતામાંથી ૯૮,૦૦૦ની રોકડ રકમ બારોબાર ઉપાડી લીધી હતી. લાઠીના નારાયણ નગરમાં રહેતા અને ખાનગી નોકરી કરતા સાહિદ હાજીભાઈ તાજાણી (ઉં.વ. ૨૧)ને અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ શખ્સે એક કા ડબલ ટાસ્કની લિંક મોકલી  ગુગલ એપ દ્વારા અલગ-અલગ ટાસ્ક કરાવી ૨૨,૮૦૦ પડાવી લીધાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.