Get The App

સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાય

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં જુગાર રમતા 4 શખ્સ ઝડપાય 1 - image

એ-ડિવિઝન પોલીસે રોકડ રૃ.૧૪ હજારનો મુદામાલ કબજે કરી કાર્યવાહી ગુનનો નોંધ્યો

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે શહેરની મધ્યમાં આવેલ મહેતા માર્કેટમાં દુકાનના ઓટલા પર ગુડદી પાસાનો જુગાર રમતા ૦૪ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે મહેતા માર્કેટમાં આવેલી પારસ એન્ટરપ્રાઈઝ દુકાનના ઓટલા પર ગુડદી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) હરજીભાઈ ગોકળભાઈ ગોલતર (રહે.રતનપર) (૨) છેલાભાઈ તેજાભાઈ બતાડા (ખાણ વિસ્તાર, રહે.રતનપર) (૩) સલમાનભાઈ મુસ્તાકભાઈ બેલીમ (રહે.જુના જંક્શન રોડ) અને (૪) રમજાનભાઈ ઉર્ફે મુકો નુરમહંમદભાઈ કટીયા (રહે.ઘાંચીવાડ)ને રોકડ રૃ.૧૪,૫૭૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.