Gujarat

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
વર્ષ 2024માં પાડોશી નરાધમે સમયાંતરે કિશોરીનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી દીધી હતી : પિડિતાને રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટનો આદેશ

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ

Vapi Court : વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી સમયાંતરે શારીરિક સંભોગ કરી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે હવસખોર આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પિડિતાને વળતર પેટે રૂ.4 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

 કેસની વિગત એવી છે કે, વાપીના ચણોદ વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે. વર્ષ 2024માં પાડોશમાં રહેતા રમેશ ગોરખનાથ પ્રજાપતિ પરિવારની 14 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) સાથે વાતચીત કરતો હતો. સમયાંતરે હવસખોર રમેશ કામીનીને પોતાની રૂમ પર બોલાવી શારીરિક સંભોગ કર્યો હતો. જો કે હવસખોરના કૃત્ય અંગે કામીનીએ પરિવારને જાણ કરી ન હતી. જો કે માતાને કામીનીનું પેટ મોટુ થયાનું જણાતાં ડોકટર પાસે લઈ જતાં કામીની ગર્ભવતી હોવાનો ભાડો ફંટયો હતો. આખરે કામીનીએ પાડોશી રમેશ પ્રજાપતિના ગંભીર કૃત્ય અંગે આખી બિના જણાવતા માતા સ્તબ્ધ બની ગઈ હતી.

 હવસખોર રમેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ડુંગરા પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પિડીતા, પરિવારજનો સહિત લોકોની જુબાની અને મેડિકલ રિપોર્ટના આધારે અનેક પાસાઓ પર ધારદાર દલીલો કરી હતી. જજ ડો. એચ.એન.વકીલે આરોપી રમેશ પ્રજાપતિને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. સાથે પિડીતાને રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો છે.