Get The App

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી 1 - image

હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૭૧ દાવેદારો 

હળવદ - મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. હળવદ તાલુકામાં ભાજપે સેન્સ લીધી હતી. જેમાં તાલુકા પંચાયતમાં ૭૧ અને જિલ્લા પંચાયતમાં ૩૭ દાવેદારોએ દાવેદારી કરી હતી.

હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક સામે ૭૧ દાવેદારો નોંધાવતા સ્પર્ધા રસપ્રદ બની છે. ઉપરાંત હળવદ તાલુકાની  જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૩૭ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે.જેમાં  હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની પાચ બેઠક માટે ટિકિટ મેળવવા દાવેદારોએ પોતાના ગોડફાધરના શરણે જઈને  એડી ચોટીનો જોર લગાવી દીધું છે. હળવદ જિલ્લા પંચાયતની માથક, સાપકડા,ચરાડવા,ટીકર અને ઘનશ્યામપુરબેઠકો પર આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.