Get The App

વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિદ્યાર્થીઓનું શું થશે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિદ્યાર્થીઓનું શું થશે 1 - image

Vadodara Slab Collapse : વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે અંબિકા ફ્લેટ્સ કોમ્પ્લેક્સની બે માળની લોબી ધારાશાહી થતા 30 પરિવારો રાતોરાત ઘરબાર વગરના થઈ ગયા છે. એમાં પણ સૌથી વધુ કપરી સ્થિતી વિદ્યાર્થીઓની થઈ છે. ફાયર બ્રિગેડ આવી જતા તમામનો બચાવ થયો હતો. હવે આ પરિવારોનું ભવિષ્ય શું છે તે તેમને પણ સમજાતું નથી. સરકાર માઈ-બાપ બને તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

ડભોઇ રોડ પર રાત્રે શું બની હતી ઘટના, મહિલા પટકાઈ, દિવસે બની હોત તો શું થાત 

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં સોમા તળાવ નજીક આવેલા અંબિકા ફ્લેટ્સ નામના કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં ધડાકાભેર ત્રીજા અને બીજા માળની લોબી તૂટી પડતા અનેક લોકો ફસાયા હતા. જ્યારે પહેલા માળના રહીશો બહાર નીકળી આવ્યા હતા. એપાર્ટમેન્ટની નીચે દુકાનો, ટ્યુશન ક્લાસ તેમજ 30 જેટલા પરિવારો રહે છે. લોબી તૂટવાથી કેટલાક વાહનો દબાઈ ગયા હતા જ્યારે એક મહિલા નીચે પટકાઈ હતી. જો દિવસે આ બનાવ બન્યો હોત તો બહુ મોટી જાનહાની થઈ હોત.

વડોદરામાં બિલ્ડીંગની લોબી તૂટતાં એક જ ક્ષણમાં 30 પરિવારો રસ્તા પર આવી ગયા : ચંપલ સુદ્ધાં ન રહ્યા, વિદ્યાર્થીઓનું શું થશે 2 - image

એક ક્ષણમાં બે ઘર બની ગયા, ચંપલ સુદ્ધાં લઈ ના શક્યા.. રાત રોડ પર વિતાવી, મંદિર આશરો બન્યું 

ઉપરોક્ત બનાવવા પરિવારોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સ્થિતિ એવી હતી કે ચંપલ પણ લઈ શકાય તેવો સમય ન હતો. સામાન રસોઈ કિંમતી ચીજ વસ્તુઓ છોડીને પરિવારજનો જીવ બચાવીને નીચે આવ્યા હતા. સૌથી વધુ ખરાબ હાલત વિદ્યાર્થીઓની થઈ છે. તેઓ પરીક્ષાના સમયમાં પુસ્તકો પણ લેવા રોકાઈ શક્યા ન હતા. રસ્તા પર આવી ગયેલા પરિવારોને નજીકના મંદિરમાં આશરો લેવો પડ્યો છે. 

મહિલાઓનું રુદન, અમે સામાન્ય માણસો છીએ.. સરકારમાં પર ભરોસો

મંદિરમાં રોકાયેલા પરિવારજનો માટે સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા સવારે ચા નાસ્તો અને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાઓની આંખમાંથી આંસુ રોકાતા નથી. એવું કહી રહી છે કે અમે સામાન્ય વર્ગના માણસો છીએ. અમારી પાસે આવક કે બીજી કોઈ મિલકત નથી. હાથ લંબાવી શકાય તેવી પણ અમારી હાલત નથી અને સરકાર સિવાય હવે કોઈ આશરો રહ્યો નથી.