Get The App

વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર ત્રણ ચોર પકડાયા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક ગોડાઉનમાંથી 100 કિલોથી વધુ વજનના કોપર વાયરો ઉઠાવી જનાર ત્રણ ચોર પકડાયા 1 - image

Vadodara Theft Case : વડોદરા શહેરના રણોલી વિસ્તારમાંથી પોલીસે ત્રણ જણાને ચોરીના કીંમતી વાયરના જથ્થા સાથે ઝડપી પાડતા તેમણે એક ગોડાઉનમાંથી ચોરી કરવાની કબૂલાત કરી હતી.

રણોલીથી જીએસસીએલ તરફ જવાના રસ્તા પર જવાન નગર પોલીસે મોટા થેલાઓ સાથે ઉભેલા ત્રણ જણાને તપાસતા તેમના થેરામાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતના 102 કિલો વાયર મળી આવ્યા હતા. 

પકડાયેલાઓમાં અર્જુનસિંહ સીકલીગર, સની દેવીપુજક (બંને રહે.બાજવા કરચિયા રોડ, ઇશ્વર ભાઈના ખેતરમાં) અને વિપુલકુમાર બારીયા(ગોકુળ નગર, બાજવા કરચિયા રોડ) નો સમાવેશ થાય છે. આ વાયરો તેમની બાજુમાં રેલવ સ્ટેશન નજીકના એક ગોડાઉનનું તાળું તોડી ચોર્યા વિગતો બહાર આવી હતી.