- લીંબડીના કટારીયા ગામમાં આવેલી
- એલીસીબીએ તસ્કરો પાસેથી 4 લાખમાંથી 2.16 લાખનો મુદ્દામાલ રિવકર કયો
લીંબડી : સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમે બાતમીના આધારે કટારીયા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાંથી સોલાર પ્લેટોની ચોરી કરનાર ત્રણ સ્થાનિક શખ્સોને રૂ. ૨.૧૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
કટારીયા ગામની સીમમાં આવેલી એક ખાનગી કંપનીને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. ૪ લાખની કિંમતની કુલ ૪૫ નંગ સોલાર પ્લેટોની ઉઠાંતરી કરી હતી. આ મામલે કંપનીના માલિકે પાણશીણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર એલ.સી.બી.ની ટીમે તપાસ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે કટારીયા ગામના જ (૧) સહદેવ ઉર્ફે ભુરો દિલીપભાઇ (૨) દેવરાજ ઉર્ફે બહાદુરભાઇ પરનાળીયા (૩) કિશોર ઉર્ફે કાનો બારડની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ૨૪ નંગ સોલાર પ્લેટ (રૂ.૨.૧૬ લાખ) રિકવર કરી છે. પકડાયેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધી, બાકીની પ્લેટો મેળવવા માટે પોલીસે પૂછપરછ અને તપાસ તેજ કરી છે.


