Gujarat

પાટડીના ખારાઘોડામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

By GS TEAM
24 Jan 20261 min read
પાટડીના ખારાઘોડામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા

- રોકડ સહિત રૂ. 35 હજારનો મુદ્દામાલ જપ્ત

- રેઇડ દરમિયાન એક શખ્સ નાસી છુટયો : પાટડી પોલીસ મથકે 4 શખ્સ વિરૂદ્ધ ગુનો

પાટડી : પાટડીના ખારાઘોડા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી રૂ.૩૫,૩૫૦નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલ ત્રણ શખ્સો સહિત ફૂલ ૦૪ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પાટડી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખારાઘોડા ગામે મેલડી માતાજીના મંદિર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસ ટીમે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન (૧) ઈનાયતભાઈ હસનભાઈ સૈયદ, (૨) અશોકભાઈ છનાભાઈ ડોડીવાડીયા, (૩) નારાયણભાઈ ખોડીદાસ પટેલ (તમામ રહે.ખારાઘોડા)ને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ.૨૫,૩૫૦ તથા ૦૨ મોબાઇલ રૂ.૧૦,૦૦૦ સહિત કુલ રૂ.૩૫,૩૫૦ રૂપિયા સાથે ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન નાશી ગયેલ મુનાભાઈ ભીખાભાઈ ઠાકોર (રહે.ખારાઘોડા) સહિત કુલ ચાર શખ્સો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.