Get The App

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા 1 - image

- ચોટીલા ડુંગર પરિક્રમાને લઇ લોકો ઉમટયાં 

- કલાકો સુધી વાહન ચાલકો અટવાયા, પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવતા રાહત થઇ  

સુરેન્દ્રનગર : યાત્રાધામ ચોટીલામાં ડુંગર પરિક્રમાનું આયોજન કરાયું હતું. પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જેને લઇ ચોટીલા હાઇળે પર ૩ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી હતી અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. 

યાત્રાધામ ચોટીલામાં ડુંગર પરિક્રમા યોજાઇ હતી. જેમાં પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને ટ્રાફિકની અપુરતી વ્યવસ્થાના કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં કલાકો સુધી અટવાયા હતા. ચોટીલા હાઇવે પર અંદાજે ૩ કિલોમીટર સુધી એસટી બસો, ખાનગી બસો, ગાડીઓ, ઇમરજન્સી સેવાઓ સહિતના વાહનોનો લાંબી લાઇનો લાગી હતી.  જેના કારણે વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.બાદમાં આયોજકો અને પોલીસે ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો અને વાહન ચાલકોને રાહત થઇ હતી.