Get The App

સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા 1 - image

- ખેડા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો થયાવત્

- ત્રણેય અકસ્માતના મામલે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : ખેડા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સોખડા, કમળા ચોકડી અને વસો નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ ત્રણેય અકસ્માતના બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

માતર તાલુકાના સોખડા ગામમાં રહેતા અજીતભાઈ સનાભાઇ પરમાર (નિવૃત્ત કર્મચારી) તા.૧૨ માર્ચ ૨૦૨૬ની સાંજે મોટરસાયકલ પર આણંદથી ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન સોખડા રોડ ઉપર ઢાળ નજીક સામેથી ખભા ઉપર લોખંડના સળિયા મૂકી એક્ટિવા ચાલક આવી રહ્યો હતો. ત્યારે એક્ટિવા બાઈક સાથે અથડાતા બાઈક ચાલક અજીતભાઈ પરમારને લોખંડના સળિયા વાગતા ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અજીતભાઈ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં નડિયાદની બિલોદરા ચોકડી સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ લાલજીભાઈ વણકર ગત તા.૧૪ તારીખે સવારે મોટરસાયકલ પર નોકરી પર જતા હતા આ દરમિયાન કમળા ચોકડી સંતરામ વે બ્રીજ નજીક આઇસર ગાડી મોટરસાયકલ સાથે અથડાતા બાઈક ચાલક જીગ્નેશ ભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જીગ્નેશ ભાઈ વણકરની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં વસો ગામમાં રહેતા કુંજ ઉર્ફે મીનયુ અનિલભાઈ પટેલ શનિવારે બપોરે દેવા રોડ ઉપર આવેલા ખેતરમાંથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન જોગણી માતાના મંદિર નજીક રોડ ઉપર ઉભા હતા ત્યારે એક્ટિવા ચાલકે રોડ ઉપર કૂતરું આવતા કાબુ ગુમાવતા એક્ટિવાની અડફેટે આવી જતા કુંજ પટેલને ઇજા થઈ હતી. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.