Get The App

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી 1 - image

શહેરમાં ૧૧૧૧ અને જિલ્લામાં ૮૩૧ એડમિશન કન્ફોર્મ

પ્રવેશ પ્રક્રિયાના સળંગ ત્રણ રાઉન્ડ બાદ વધારાના ચોથા રાઉન્ડમાં સ્કુલ ચેન્જ માટે તા. ૨૦ સુધીની મુદત અપાઈ

ભાવનગરરાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મફત સિક્ષણ હેઠળ તબક્કાવાર રાઉન્ડ જાહેર થયા બાદ અને ૧૪ બાકી રહ્યા છે તો જિલ્લા કક્ષાએ ૮૩૧ કન્ફોર્મ અને ૧૪ સીટ બાકી રહી છે જે ચોથા રાઉન્ડમાં ભરાશે.

ળતી વિગતો મુજબ આર.ટી.ઈ. હેઠળ ધો. ૧માં પ્રવેશ મેળવવા એપ્રિલ માસથી ઓનલાઈન ફોર્મ ભરવાનુંશરૃ થયું હતું. જે અંતર્ગત ભાવનગર શહેરી વિસ્તારની ૧૧૦ ખાનગી શાલાની ૨૫ ટકા લેખે ૧૧૨૫ સીટ માટે કાર્યવાહી શરૃ થઈ હતી જે માટે કુલ ૪૩૩૭ અરજીઓ આવી હતી અને ૩૩૮૯ એપ્રુવ થયેલ જેના પ્રથમ રાઉન્ડમાં ૧૦૬૮ બીજા રાઉન્ડમાં ૩૪ અને ત્રીજા રાઉન્ડમાં ૯ મળીકુલ ૧૧૧૧ વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ નિશ્ચિત કર્યા હતા જ્યારે ૧૪ સીટો બાકી રહેવા પામી છે. તો જિલ્લાની વાત કરીએ તો કુલ ૧૩૯ શાળાની ૨૫ ટકા લેખે ૮૪૫ સીટો માટે કુલ ૨૨૮૨ અરજીઓ થવા પામી હતી. જેમાંથી ૧૧૩૦ એપ્રુવલ થયેલ અગ્રતા ક્રમ મુજબ પ્રથમ રાઉન્ડમાં ૭૬૫ બીજા રાઉન્ડમાં ૬૦ અને ત્રીજા રાઉન્ડમાં ૧૦ મળી ૮૩૨ પ્રવેશ નિશ્ચિત થયા હતા અને ૧૪ સીટો બાકી રહી હતી. આમ બન્નેની મળી ૨૮ સીટ માટે હવે ચોથો રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેની સ્કુલ પસંદગી માટે તા. ૨૦ સુધીની સમય મર્યાદા અપાઈ છે અને ત્યારબાદ ચોથો રાઉન્ડ જાહેર કરાશે. આમ આર.ટી.ઈ. હેઠળ મોટાભાગની સીટો ભરાઈ ચુકી છે અને હાલ સત્ર શરૃ થયું છે ત્યારે અગ્રતાક્રમ પ્રમાણે કુલ ૨૮ સીટો આગામી દિવસોમાં ભરાશે.