Gujarat

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

By GS TEAM
17 Mar 20261 min read
સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલી રહેલ ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં ગઈકાલે સોમવારના રોજ હિન્દી, સંસ્કૃત, અરબી, સિંધી, ઉર્દુ વિષયની પરીક્ષામાં ફૂલ ૧૬૩૬૪ વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને ૩૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં જીવવિજ્ઞાાન વિષયની પરીક્ષામાં ફૂલ ૫૯૧ વિધાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ૦૩ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત વિષયની પરીક્ષામાં ફૂલ ૩૭૧૨ વિધાર્થીઓ હાજર રહ્યાં હતા અને ૫૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ સોમવારે ધો.૧૦ અને ૧૨માં કુલ ૨૦,૬૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જ્યારં ૪૪૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા.