Get The App

બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
બાજવાની ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડર ઉઠાવી બાઈક સવાર બે ગઠીયા ફરાર 1 - image

Vadodara : વડોદરાના બાજવા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ચોરીનો બનાવો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે કાર્યવાહી હાથ ધરી છે. 

બાજવામાં આવેલી ઉપાધ્યાય ગેસ એજન્સીની બહાર બનેલા બનાવના વાયરલ થયેલા વીડિયોમાં બાઈક ઉપર બે યુવકો આવીને એજન્સીની બહાર સિલિન્ડર ભરેલા ટેમ્પા પાસે ઊભા રહેતા દેખાય છે. તક મળતા જ બેમાંથી એક યુવક સિલિન્ડર ઉઠાવી લે છે અને ત્યારબાદ બંને જણા ફરાર થઈ જાય છે. 

બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકો કેટલા સમયથી આ પ્રકારના કરતૂત કરે છે તે પણ પોલીસની તપાસમાં બહાર આવશે.