Get The App

મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી 1 - image

- મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

- ગૌશાળાનો શેડ બનાવવા માટે પાઈપ અને પતરા ભરી જઈ ખોટી સહીવાળો ચેક આપીને છેતરપિંડી આચરી હતી

ભાવનગર : મહુવાના લોખંડના અલગ-અલગ બે વેપારીઓ પાસેથી ગૌશાળાનો શેડ બનાવવા માટે પાઈપ અને પતરા લઈ જઈ ખોટી સહીવાળા ચેક આપી રૂ.૭.૬૯ લાખની છેતરપિંડી આચરનારા બે શખ્સો સામે મહુવા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મહુવાની નજફ સોસાયટીમાં રહેતા અને મહુવામાં લોખંડ અને પતરાનો વ્યવસાય કરતા મહમદતકી હુસૈનઅલી મોદીએ મહુવા પોલીસ મથકમાં જીજ્ઞોશ અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત જીજ્ઞોશભાઈ તેમની દુકાને આવી બગદાણા ગામે ગૌશાળા માટે શેડ બનાવવા માટે રૂ.૪,૫૨,૭૪૨ની કિંમતના લોખંડના પતરા અને પાઈપ ભરી જઈ અમદાવાદા ચાંદખેડાની ઈન્ડસઈન્ડ બેંકનો ખોટી સહીવાળો ચેક આપી તેમની સાથે છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત તેમની જેમ બીજા વેપારી મોહિતભાઈ ધીરૂભાઈ પીઠવા પાસેથી બગદાણા ગામે ગૌશાળાનો શેડ બનાવવા માટે રૂ.૩,૧૬,૯૭૨ની કિંમતના લોખંડના પતરા અને પાઈપ લઈ જઈ અમદાવાદા ચાંદખેડાની ઈન્ડસઈન્ડ બેંકનો ખોટી સહીવાળો ચેક આપી છેતરપિંડી આચરી હતી. આમ, મહુવાના બન્ને વેપારી સાથે કુલ રૂ.૭,૬૯,૭૧૪ની છેતરપિંડી આચરી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.