Get The App

વડોદરાના વારસિયામાં મોપેડની ડીકીમાં દારૂની બોટલો લઈને ઊભેલા બે આરોપી ઝડપાયા

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના વારસિયામાં મોપેડની ડીકીમાં દારૂની બોટલો લઈને ઊભેલા બે આરોપી ઝડપાયા 1 - image

Vadodara Police : વડોદરામાં વારસિયા પોલીસની માહિતી મળી હતી કે વારસિયા મોતી નગર ત્રણ રસ્તા પાસે આવેલા સાંઇબાબાના મંદિર નજીક ફારુક શબ્બીરભાઈ ચૌહાણ (રહે-પરશુરામ ભટ્ટો, સયાજીગંજ )તથા પ્રવીણ જેકનભાઇ પસાયા (રહે-ચીકુવાડી, અલકાપુરી ) પોતાના ટુ વ્હીલરમાં દારૂની બોટલો લઈને ઊભા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા બંને મળી આવ્યા હતા. તેઓના ટુ-વ્હીલરમાં ચેક કરતા પોલીસને દારૂની કુલ 52 બોટલ કિંમત રૂપિયા 27,700 મળી આવી હતી. પોલીસે દારૂ, મોબાઈલ, રોકડા અને બે ટુ-વ્હીલર મળી કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા તેમજ કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.