Get The App

ટાસ્ક પૂરો કરવાનું જણાવી ગૃહિણી પાસેથી ૨.૩૭ લાખ પડાવી લીધા

૬૦ મેમ્બરના ગુ્રપમાં પહેલા ગૃહિણીને જોઇન્ટ કરી નફો કમાવવાની લાલચ આપી

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
ટાસ્ક પૂરો કરવાનું જણાવી ગૃહિણી પાસેથી ૨.૩૭ લાખ પડાવી લીધા 1 - image

વડોદરા,ગૂગલ પર ટાસ્ક પૂરો કરી મોટો નફો થવાની લાલચ આપી ગૃહિણી  પાસેથી ૨.૩૭ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

આજવારોડ ભાગ્યલક્ષ્મી ટાઉનશિપ પાછળ એમેઝોન રેસિડેન્સીમાં રહેતા હેતલબેન સુનિલભાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત નવેમ્બર ૨૦૨૪ માં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા મોબાઇલ નંબરને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. જેમાં ૬૦ મેમ્બર હતા. ગુ્રપમાં મેસેજ આવતા હતા કે, તમે ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી રૃપિયા કમાઇ શકો છો. તેમજ  સારા નફો થયો હોવાના સ્ક્રીન શોટ પણ કેટલાક લોકો ગુ્રપમાં મૂકતા હતા. બે દિવસ પછી મેં  પણ ગુ્રપમાં મેસેજ કર્યો હતો કે, મારે પણ આ કામ કરવું છે. ત્યારબાદ મને અન્ય એક નંબર આપી બીજા ગુ્રપમાં જોઇન્ટ થવા જણાવ્યું હતું. નવા ગુ્રપમાં મારૃં નામ,ઉંમર, જાતિ, નોકરી તથા સરનામુ તેમજ બેન્કના યુ.પી.આઇ.ની વિગતો માગી હતી. તેઓએ ટાસ્ક ખરીદવા માટે જુદી જુદી આઇ.ડી. આપી ૨.૩૭ લાખ  ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેઓએ રોકાણ કે નફાના રૃપિયા પરત કર્યા નહતા. પોલીસે મોબાઇલ નંબર તેમજ એકાઉન્ટ  નંબરના આધારે ૧૩  અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.