Get The App

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ

રાત્રે અકસ્માત ના થાય તે માટે ૩૦૦ થી વધુ વાહનોને રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
ઓવર સ્પીડમાં વાહન  ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ 1 - image

વડોદરા,હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા થયેલી કામગીરી દરમિયાન ઓવર સ્પીડમાં વાહન ચલાવતા  ૧૬૫ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા છે. જ્યારે રોંગ સાઇડના પણ ૨૩ કેસ થયા છે.

શહેરને અડીને પસાર થતા નેશનલ હાઇવે પર જાંબુવાથી ગોલ્ડન ચોકડી સુધી ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક શાખા પૂર્વ ઝોન વિસ્તારમાં અલગ - અલગ ટીમ બનાવી જાંબુવા રિવર બ્રિજના છેડે, જાંબુવા બ્રિજ, કપુરાઇ બ્રિજ, વાઘોડિયા બ્રિજ, આજવા બ્રિજ, દરજીપુરા બ્રિજ તથા  ગોલ્ડન ચોકડી નજીક એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઓવર સ્પીડના ૧૬૫,  રોંગ સાઇડના ૨૩, લેન ભંગના ૧૫, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવાના ૨૦, સર્વિસ રોડ પર અડચણરૃપ  પાર્કિંગના ૧૫ અને ત્રણ સવારીના ૨૬ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રે આગળ જતું વાહન સ્પષ્ટ દેખાય તે માટે એ.પી.એમ.સી. માર્કેટ ખાતે પોલીસ દ્વારા ૩૦૦ થી વધુ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર  પટ્ટા લગાવવામાં આવ્યા છે.