Gujarat

16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા

By GS TEAM
24 Feb 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના થાન પંથકનો 16 વર્ષનો એક કિશોર 10 કિલો લોખંડની સાકળનો ભાર ઝીલીને પદયાત્રા કરી પોતાની માનતા પૂરી કરી રહ્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

16 વર્ષના કિશોરની 10 કિલો સાંકળના ભાર સાથે દ્વારકા સુધીની પદયાત્રા

Jamnagar : જામનગર જિલ્લામાંથી અનેક પદયાત્રીઓના સંઘ દેવભૂમિ દ્વારકામાં જગત મંદિરે ફૂલડોલ ઉત્સવમાં દર્શન કરવા માટે પદયાત્રા કરીને જઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના થાન પંથકનો 16 વર્ષનો એક કિશોર 10 કિલો લોખંડની સાકળનો ભાર ઝીલીને પદયાત્રા કરી પોતાની માનતા પૂરી કરી રહ્યા છે.

જગતના નાથ દ્વારકાધીશ પર શ્રદ્ધા અને આસ્થા સાથે શરીરને કષ્ટ આપીને પદયાત્રા વિવિધ તરીકે ચાલુ છે. કોઈ આંખે પાટા બાંધીને પોતાની માનતા પૂર્ણ કરતાં હોય છે. ચાલુ વરસે દ્વારકાના ફુલડોલ ઉત્સવમાં સુરેન્દ્રનગરના થાનના વિજય નામનો માત્ર 16 વર્ષનો કિશોર છે. જે પોતાના શરીરના ઉપરના ભાગમાં 10 કિલો વજનની સાંકળ બાંધીને દ્વારકા સુધીની પદયાત્રા કરતાં જોવા મળ્યો હતો.