Gujarat

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા

By GS TEAM
8 Nov 20251 min read
કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને  બચાવ્યા

અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં મધરાતે રખડતા તથા વાડામાં બાંધેલા પશુઓની ચોરી કરીને તેની ગેરકાયદે કતલના બનાવો વધી રહ્યા છે.  દાણીલીમડા પોલીસે ઢોરબજાર પાસેથી વાહનમાંથી નાના મોટા કુલ ૧૪ પાડાને કતલખાને જતા પહેલા બચાવી લીધા હતા. પોલીસે ડાલામાં પાછળના ભાગેથી પાટીયા હટાવતા ૧૪ પાડા ટુંકા દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે પશુઓને મુક્ત કરીને પાંજરાપોળ ખાતે માકલી આપ્યા હતા.

બોલેરોમાં પાટિયાથી બે માળ બનાવીને ઉપર નીચે આબોલ પશુઓને ઘાસચારા કે પાણીની સગવડ વગર ટૂંકા દોરડાથી બાંધેલા હતા

દાણીલીમડા પોલીસ ચોક્કસ બાતમી આજે ગઇકાલે મધરાતે ઢોર  બજાર પાસે પહોચતાં પશુ ભરેલા વાહનને મૂકીને કસાઇઓ ભાગી ગયા હતા. પોલીસે પીકઅપ ડાલાને તલાસી લેતાં તેેને પાટિયાથી ઢાંકેલું હતું, પાટિયા હટાવીને જો તાં તેમાં પાટિયાથી બે માળ બનાવીને ઉપર નીચે નાના મોટા ૧૪ પાડાને પાણી તથા ઘાસચારાની સગવડ વગર ટુંકા દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.

જેથી દાણીલીમડા પોલીસે પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપીને ગુનો નોંધીને રૃા. ૯૮ હજારના પશુઓ તથા વાહન સાથે કુલ રૃા. ૪.૯૮ લાખનો મુદ્દામાલ  કબજે કરીને આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.