Gujarat

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે

By GS TEAM
20 Mar 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને AC કોચની વધતી માંગને પહોંચી વળવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝન હેઠળની કુલ 12 ટ્રેનોમાં એક-એક વધારાનો 3-ટિયર AC કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. આમ, AC મુસાફરી કરતા યાત્રીઓને વધુ બેઠકો ઉપલબ્ધ થશે અને તેમની સુવિધામાં વધારો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે

Western Railway Additional AC Coach List 2026 : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને AC કોચની વધતી માંગને પહોંચી વળવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝન હેઠળની કુલ 12 ટ્રેનોમાં એક-એક વધારાનો 3-ટિયર AC કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. આમ, AC મુસાફરી કરતા યાત્રીઓને વધુ બેઠકો ઉપલબ્ધ થશે અને તેમની સુવિધામાં વધારો થશે.

આ વધારાના કોચ વિવિધ તારીખોથી પ્રભાવી બનશે.

21 મે, 2026થી અમલમાં:

ટ્રેન નંબર 22951/52 – બાંદ્રા ટર્મિનસ–ગાંધીધામ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (ગાંધીધામથી).

ટ્રેન નંબર 22967/68 – અમદાવાદ–પ્રયાગરાજ–અમદાવાદ એક્સપ્રેસ (અમદાવાદથી).

ટ્રેન નંબર 20963/64 – સાબરમતી–વારાણસી–સાબરમતી એક્સપ્રેસ (સાબરમતીથી).

ટ્રેન નંબર 19409/10 – સાબરમતી–થાવે–સાબરમતી એક્સપ્રેસ (સાબરમતીથી).

આ પણ વાંચો: ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે

22 મે, 2026 થી અમલમાં:

ટ્રેન નંબર 20907/08 – દાદર–ભુજ–દાદર એક્સપ્રેસ (ભુજથી).

23 મે, 2026 થી અમલમાં:

ટ્રેન નંબર 12937/38 – ગાંધીધામ–હાવડા–ગાંધીધામ એક્સપ્રેસ (ગાંધીધામથી).

24 મે, 2026 થી અમલમાં:

ટ્રેન નંબર 19315/16 – ઇન્દોર–અસારવા–ઇન્દોર એક્સપ્રેસ (અસારવાથી).

ટ્રેન નંબર 19421/22 – અમદાવાદ–પટના–અમદાવાદ એક્સપ્રેસ (અમદાવાદથી).

ટ્રેન નંબર 19415/16 – સાબરમતી–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–સાબરમતી એક્સપ્રેસ (સાબરમતીથી).

25 મે, 2026 થી અમલમાં:

ટ્રેન નંબર 19401/02 – સાબરમતી–લખનૌ–સાબરમતી એક્સપ્રેસ (સાબરમતીથી).

આ પણ વાંચો: અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ

26 મે, 2026 થી અમલમાં:

ટ્રેન નંબર 20939/40 – સાબરમતી–સુલતાનપુર–સાબરમતી એક્સપ્રેસ (સાબરમતીથી).

27 મે, 2026 થી અમલમાં:

ટ્રેન નંબર 19413/14 – અમદાવાદ–કોલકાતા–અમદાવાદ એક્સપ્રેસ (અમદાવાદથી).