Gujarat

વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રમત-રમતમાં કૂતરાને વેફર ખવડાવવા ગયેલા 11 વર્ષના બાળક પર કૂતરાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ

Ahmedabad News : ​અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રમત-રમતમાં શ્વાનને વેફર ખવડાવવા ગયેલા 11 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો

મળતી માહિતી મુજબ, ધોળકાના નાનીબોરૂ ગામનો 11 વર્ષીય બાળક રમત-રમતમાં શ્વાનને વેફર ખવડાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને બાળકના ડાબા હાથ પર બે જગ્યાએ બટકા ભરી લીધા હતા. શ્વાનના હુમલાના કારણે બાળકના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે ગભરાયેલી હાલતમાં હતો.

બાળક ઈજાગ્રસ્ત થતાં પરિવાર તાત્કાલિક વટામણા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ બાળકની હાલત ગંભીર જણાતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ધોળકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) લઈ જવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત

શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા ધોળકાના CHC ખાતે ઇમરજન્સી સારવાર અને દવા આપીને બાળકને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.