Gujarat

અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ

By GS TEAM
2 Feb 20261 min read
TukuTouch Logo
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારના ગામડાંઓમાં સિંહની લટારના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ધારીના છતડીયા નજીક એક બે નહીં પણ 11 જેટલાં સિંહ રોડ પર આવી ચડ્યા હતા. આ દૃશ્યો કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું, વાહનચાલકોમાં કુતૂહલ

Amreli News: સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારના ગામડાંઓમાં સિંહની લટારના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ધારીના છતડીયા નજીક એક બે નહીં પણ 11 જેટલાં સિંહ રોડ પર આવી ચડ્યા હતા. આ દૃશ્યો કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

અમરેલીમાં હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું નીકળ્યું

ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર છતડીયા પાસે 11 સિંહોનું મોટું ટોળું રસ્તા પર આવી ચડ્યું હતું. આ દરમિયાન વનવિભાગના કર્મીઓ સિંહોના માર્ગ પરથી જવામાં સહાયરૂપ બન્યા હતા. જેમાં ધારી ગીર વનવિભાગની ટીમ દ્વારા વાહનચાલકોને થંભાવીને સિંહોને રસ્તા પરથી પસાર થવા દીધા હતા. 

દિવસના સમયે મોટી સંખ્યામાં રસ્તા પરથી સિંહોની લટાર જોવા મળતાં વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. 

આ પણ વાંચો: બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર, 6 આરોપી હજુ જેલમાં

માર્ગ અકસ્માતમાં સિંહોના મોતની ઘટનાને લઈને ધારી ગીર વનવિભાગ દ્વારા સિંહની સલામતી માટેના પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ સિંહોએ રસ્તા ક્રોસ કર્યા બાદ વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે પર એકસાથે 11 સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.