Gujarat
વેરાવળ-કોડીનાર હાઇવે પરનો પુલ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો
By GS Team
4 Jul 20201 min read
This article was originally published on 4 Jul 2020

પ્રાચી, તા. 04 જુલાઈ 2020, શનિવાર
વેરાવળ કોડીનાર હાઇવેને જોડતો પ્રાચી સરસ્વતી નદીનો પુલ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં અતિ બિસમાર બની ગયો છે. મસમોટા ખાડા પડી જવાને કારણે દરરોજ પસાર થતા હજારો વાહનના ચાલકો-મુસાફરો ત્રાહિમામ્ પોકારી ઊઠે છે. વાહન ચલાવવું ભારે મુશ્કેલ બનતું જાય છે.
ગામ લોકો દ્વારા જાણ કરાતાં માટી અને કાંકરી નાખી લેવલ કરી દેવાયો હતો. આજે ફરી વરસાદ પડતાં પુલ પરનો ડામર સાવ ધોવાઈ ગયો છે અને મસમોટા ખાડા પડી જતા પાણી ભરાઈ રહે છે. જેથી નાના વાહનો વારંવાર સ્લીપ થવાના પણ બનાવો બનતા રહે છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. સતત અવરજવર રહેતા ટ્રાફિક સમસ્યા પણ ઉદ્ભવેછે.
પુલ અતિ બિસમાર સ્થિતિમાં હોવાથી વાહનચાલકોને જાનહાનિનો પણ ભય રહે છે. જેથી કોઈ આકસ્મિક દુર્ઘટના બને તે પહેલાં પુલની મરામત કરવામાં આવી લોકોમાં માગ ઊઠી છે.




