ઓપરેશન ગંગાજળ : ગુજરાતના બે IAS ને ફરજિયાત 'નિવૃત્ત' કરી દેવાયા, આવી પહેલી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Operation Gangajal: ભ્રષ્ટાચાર અને ગંભીર વિવાદોના આરોપોનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારી કે. રાજેશ અને ગૌરવ દહિયાને ગુજરાત સરકારે એક જ દિવસમાં તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપી દીધી છે. ગુજરાતના ઈતિહાસમાં એક સાથે બે આઈએએસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે, જેને પગલે સમગ્ર સચિવાલય અને વહીવટી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કે. રાજેશ અને નેશનલ હેલ્થ મિશનમાં ગેરરીતિ મામલે ગૌરવ દહિયાની કારકિર્દી પર પૂર્ણવિરામ
હાલમાં અધિક વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા આઈએએસ ગૌરવ દહિયા સામે પણ સરકારે આકરા પગલાં ભર્યા છે. દહિયા અગાઉ જ્યારે નેશનલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે તેની સામે નાણાકીય અને અંગત વર્તણૂકને લઈને ગંભીર ફરિયાદો અને વહીવટી તપાસો થઈ હતી. લાંબા સમયથી વિવાદોની સ્કેનર હેઠળ રહેલા દહિયાની સેવાઓ પણ સરકારે આખરે આદેશ કરીને વહેલી સમેટી લીધી છે અને તેને ફરજિયાત નિવૃત્તિ આપી દીધી છે. ઉલ્લેખનીય છેકે, ગૌરવ દહિયા તેની બીજી પત્ની લીનુસિંઘને લઈને પણ વિવાદોમાં રહ્યા હતા.
બીજી તરફ સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન કે. રાજેશ સામે સરકારી જમીન બિનખેતી કરવાના પ્રકરણ ઉપરાંત અને ગેરકાયદે રીતે ગન લાયસન્સ ઈસ્યુ કરવાના આક્ષેપો થયા હતા. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેઓ છેલ્લા પાંચ વર્ષથી સસ્પેન્શન હેઠળ હતા. બંને અધિકારીઓ સામેની સમગ્ર વિગતો અને કેસ ડાયરીની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ દિવસમાં બે સનદી અધિકારીઓ સામે લેવાયેલા આ પગલાંથી સચિવાલયમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદન વિવાદ
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. હાઈવે માટે જમીન સંપાદન થાય તે પૂર્વે જ કેટેગરી બદલીને સરકાર પાસેથી મોટું વળતર મેળવવાના આ ખેલમાં સરકારે કાર્યવાહી હાથ ધરી છે. આ વિવાદ મામલે અમદાવાદના અસલાલી ખાતે ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર આર.સી. રબારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નોંધણી સર નિરીક્ષકની કચેરીએ પ્રાથમિક તપાસમાં વર્ષ 2021થી 2025 દરમિયાન નોંધાયેલા કુલ 74 જેટલા દસ્તાવેજો શંકાના દાયરામાં આવ્યા છે. આરોપ છે કે, આર.સી. રબારીના કાર્યકાળ દરમિયાન દસ્તાવેજોની નોંધણીમાં અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, કેટલીક જમીન બિનખેતી થઈ ન હોવા છતાં, દસ્તાવેજોમાં તેને અગાઉથી જ 'બિનખેતી' દર્શાવી દેવામાં આવી હતી જેથી ભવિષ્યમાં સરકાર તરફથી કિંમતી જમીનનું ઊંચું વળતર મેળવી શકાય. આગામી દિવસોમાં આ જ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારી અને વચેટીયાઓ સામે પણ ગાજ પડી શકે છે.




