Gandhinagar

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: નવી 9 મનપાઓને 11 પ્રોજેક્ટ્સ માટે મફત મળશે જમીન, જાણો કયા શહેરોનો છે સમાવેશ?

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે નવી બનેલી 9 મહાનગરપાલિકાઓને 5 વર્ષ સુધી 11 જેટલા જાહેર પ્રોજેક્ટ્સ માટે સરકારી જમીન વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર ખાતેથી થયેલા આ નિર્ણયથી મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી સહિતની મહાનગરપાલિકાઓને સીધો લાભ મળશે. આનાથી શહેરી વિકાસના કામોને વેગ મળશે અને નાગરિકોને ઝડપી સુવિધાઓ પ્રાપ્ત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: નવી 9 મનપાઓને 11 પ્રોજેક્ટ્સ માટે મફત મળશે જમીન, જાણો કયા શહેરોનો છે સમાવેશ?
AI તસવીર

Gandhinagar News: ગુજરાત સરકારે રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને આર્થિક અને માળખાકીય રીતે મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. આ નવી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી, આગામી 5 વર્ષ સુધી જાહેર હિતના વિવિધ 11 જેટલા જરૂરી પ્રોજેક્ટ્સ ઊભા કરવા માટે સરકારી જમીન તદ્દન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. અગાઉ રાજ્યની નગરપાલિકાઓને આ પ્રકારનો લાભ આપવાનો નિર્ણય કરાયો હતો, જેમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

આ 9 નવી મહાનગરપાલિકાઓને મળશે સીધો લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયથી અગાઉ "અ" વર્ગની નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી સંસ્થાઓને સીધો ફાયદો થશે. જેમાં મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ અને સુરેન્દ્રનગર તથા પોરબંદર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. હાલમાં આ તમામ શહેરોનો ટ્રાન્ઝિશન ફેઇઝ એટલે કે બદલાવનો ગાળો ચાલી રહ્યો છે અને તેમની હદમાં મોટા ગ્રામ્ય વિસ્તારો પણ ઉમેરાયા છે. આથી, સર્વાંગી વિકાસના કામો ઝડપથી થાય તે માટે સરકારે જિલ્લા કક્ષાએ જ જમીન ફાળવણીની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દીધી છે.

કયા 11 જાહેર પ્રોજેક્ટ્સ માટે મફત જમીન મળશે?

નાગરિકોની સુખાકારી માટે જે મહત્વના પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે જમીન ઉપલબ્ધ કરાવાશે તેમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે.

નગર સેવા સદન (નવી કચેરીનું મકાન)

  • ફાયર સ્ટેશન
  • વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) અને પાણી પુરવઠાના કામો
  • સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને ભૂગર્ભ ગટર ડ્રેનેજ
  • પંપિંગ સ્ટેશન અને સ્ટોર્મ વૉટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલ માટે)
  • સૉલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ
  • બાલવાડી (આંગણવાડી)
  • ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટર

શહેરી વિકાસના કામોને મળશે નવી ગતિ

સરકારના આ અભિગમને કારણે નવી મહાનગરપાલિકાઓ પર જમીન ખરીદીનું આર્થિક ભારણ ઘટશે. પરિણામે ફાયર સ્ટેશન, એસ.ટી.પી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર બાગ-બગીચા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું નિર્માણ ખૂબ જ ઝડપથી થઈ શકશે અને શહેરોનો વિકાસ બુલેટ ગતિએ આગળ વધશે.