દીકરો કે દીકરી? ગેરકાયદે લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, હરિયાણા ટોચે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat illegal Sex Determination : બેટી બચાવોના નારા વચ્ચે ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં રાજ્ય દેશમાં બીજા ક્રમે હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો અહેવાલ અને આંકડાકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડાઓ અનુસાર, ગેરકાયદેસર લિંગ પરીક્ષણના મામલામાં હરિયાણા દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન હરિયાણામાં 108 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 28 કેસ સામે આવ્યા છે.
કથિત વિકસિત ગુજરાતના ચોંકાવનારા આંકડા
આ ઉપરાંત રાજસ્થાનમાં 11, તમિલનાડુમાં 10, દિલ્હીમાં 9, કર્ણાટકમાં 8, પંજાબમાં 3 અને મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો છે. આ સ્થિતિ ગુજરાતમાં કાયદાના અમલીકરણ અને સામાજિક માનસિકતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો દુરુપયોગ અને કાયદાની સ્થિતિગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની તપાસ માટેના અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો પાછલા બારણે ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. કાયદાકીય રીતે ગર્ભનું લિંગ જાહેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, કેટલાક લાલચુ તબીબો અને લેબ સંચાલકો લાખો રૂપિયા કમાવવા માટે આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે.

દેશનું ખુબ જ ભયાનક ચિત્ર
દેશમાં પીપીએનડીટી (PNDT) એક્ટ અમલમાં હોવા છતાં વાસ્તવિક ચિત્ર ખૂબ જ ભયાવહ છે. કેરળ, આસામ, હિમાચલ, ગોવા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, પુડુચેરી, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિસા, નાગાલેન્ડ, સિક્કિમ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય જેવા રાજ્યોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણનો એક પણ કેસ નોંધાયો નથી. નિષ્ણાતોની ચેતવણી અને ભવિષ્યની ચિંતાઓએક તરફ સરકાર દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળે છે. નિષ્ણાતોના મતે, જો સમય રહેતા ગેરકાયદેસર સોનોગ્રાફી સેન્ટરો પર કડક સર્વેલન્સ અને દરોડા પાડવામાં નહીં આવે, તો રાજ્યમાં જાતિગત સંતુલન ગંભીર રીતે ખોરવાઈ શકે છે.





