ભાજપ સાંસદ રાજેશ શુક્લાએ ફોજદારી વિગત છુપાવ્યાનો આક્ષેપ, ગુજરાત હાઈકોર્ટે સમન્સ જાહેર કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat HC Summons BJP MP Rajesh Shukla: તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ પરમાનંદ શુક્લની જીત સામે વાંધો ઉઠાવતી કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન કરી છે. જેની સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.વી.પિન્ટોએ ભાજપના સાંસદ રાજેશ પરમાનંદ સામે સમન્સ જાહેર કર્યું છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.
તાજેતરમાં ચૂંટાયેલા સાંસદ સામે હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન
વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા તરફથી કરાયેલી ઈલેક્શન પિટિશનમા રજૂઆત કરાઈ હતી કે, ભાજપના સાંસદ રાજેશ શુક્લએ પોતાના ઉમેદવારી ફોર્મ સાથેના સોગંદનામામાં તેમની સામે કોઈ પણ ફોજદારી કેસ પડતર નહીં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેની વિરુદ્ધ આઈપીસીની કલમ-406,420,465,467,468 અને 471 જેવા અતિ ગંભીર ગુના હેઠળ કેસ નોંધાયેલો છે. તેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને સમન્સ પણ પાઠવાયા હતા. એટલું જ નહીં, આ ગુનાઓ સબબની ફરિયાદ રદ કરાવવા માટે તેમના તરફથી ગુજરાત હાઈકોર્ટમાં વોશીંગ પિટિશન પણ દાખલ કરાયેલી છે, જે પડતર છે. આ કેસમાં હાઇકોર્ટે કોઇપણ પ્રકારનો સ્ટે પણ તેમને આપ્યો નથી.
આમ, પોતાના ગુનાઈત ઈતિહાસની સંપૂર્ણ જાણકારી હોવાછતાં ફોજદારી ગુના અંગે રાજેશભાઈ પરમાનંદભાઈ શુકલએ પોતાના સોંગદનામાંમાં કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને સાચી હકીકત છુપાવીને લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઓનો ભંગ કર્યો છે અને લોકશાહી પ્રક્રિયાથી વિરૂધ્ધનું કૃત્ય કર્યું છે. ચૂંટણી વખતે જનતા અને ચૂંટણી પંચથી પોતાના ગુનાઈત ઈતિહાસને છુપાવીને ચૂંટણી લડવી એ અત્યંત ગંભીર અને ગુનાઈત બાબત હોઈ ભાજપ સાસંદની ચૂંટણી રદ કરવી જોઇએ તેવી પિટિશનમાં દાદ માંગવામાં આવી હતી.




