ગુજરાતમાં દિવ્યાંગજનો માટે મોટો નિર્ણય: સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજિસ્ટ્રેશન-ફેરફારને મંજૂરી, જાણો શરતો અને જોગવાઈઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Big Relief for Disabled in Gujarat: રાજ્યમાં શારીરિક તેમજ મનો-દિવ્યાંગજનોની સુગમતા, આત્મનિર્ભરતા અને સુરક્ષિત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સાઇડકાર જોડાયેલી મોટરસાઇકલના રજિસ્ટ્રેશન તથા તેમાં જરૂરી ફેરફાર (મોડિફિકેશન) કરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી દિવ્યાંગજનોને સન્માનપૂર્ણ ગતિશીલતા મળશે અને દૈનિક જીવનની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકશે.
મનો-દિવ્યાંગજનો માટે સ્પષ્ટ શરતો અને જોગવાઈઓ
આ પરિપત્રમાં મનો-દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સાઇડકાર વાળા વાહનોના રજિસ્ટ્રેશન અને ઉપયોગ અંગે ખાસ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. મનો-દિવ્યાંગ વ્યક્તિ માટે વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની સંમતિ ધરાવતી અધિકૃત વ્યક્તિ જ કરી શકશે.વાહનચાલક પાસે સંબંધિત વર્ગનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.
સલામતીના નિયમો
•સરકારની નવી જોગવાઈઓમાં માર્ગ સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે
•ઝડપ મર્યાદા: વાહનની મહત્તમ ગતિ 40 કિમી/કલાકથી વધુ હોવી જોઈએ નહીં.
•સુરક્ષા સાધનો: વાહનચાલક અને મુસાફર બંને માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. ઉપરાંત સાઇડકારમાં યોગ્ય સીટ બેલ્ટ અથવા સેફ્ટી કવર હોવું જરૂરી છે.
•ઇન્સ્યોરન્સ: વાહન માટે માન્ય કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી (થર્ડ પાર્ટી રિસ્ક કવર સાથે) હોવી અનિવાર્ય છે.
ભૌતિક નિરીક્ષણ બાદ જ મળશે મંજૂરી
તમામ આરટીઓ (RTO) અને એઆરટીઓ (ARTO) કચેરીઓએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કે ફેરફારની મંજૂરી આપતા પહેલા મોડિફાઇડ વાહનનું ભૌતિક નિરીક્ષણ (Physical Inspection) કરવામાં આવશે, જેથી વાહનચાલક કે માર્ગ પરના અન્ય લોકોની સલામતી જોખમાય નહીં. આ તમામ પ્રક્રિયા મોટર વ્હીકલ ઍક્ટ, 1988 હેઠળ હાથ ધરવામાં આવશે.









