ટોક્સિકના ટીઝરમાં યશના ફેન્સને જબરદસ્ત સરપ્રાઈઝ, શું ડબલ રોલ જોવા મળશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TOXIC Teaser Out: સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક'નું ધમાકેદાર ટીઝર આજે રિલીઝ થયું છે. ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં યશનો એક્શન અવતાર જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો સીધો મુકાબલો રણવીર સિંહની 'ધુરંધર 2' સાથે થશે, જેના કારણે ફેન્સમાં આ ટક્કરને લઈને ભારે ચર્ચા છે.
યશનો સરપ્રાઈઝ લુક અને ડબલ રોલની ચર્ચા
આ ટીઝરમાં સૌથી મોટું આકર્ષણ યશનો લુક છે. અત્યાર સુધી લોકોએ યશને લાંબી દાઢી અને વાળમાં જોયો છે, પરંતુ ટીઝરના અંતમાં તે ક્લીન શેવન લુકમાં જોવા મળે છે. આ લુક જોઈને સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઈ છે કે ફિલ્મમાં યશનો ડબલ રોલ(પિતા અને પુત્ર) હોઈ શકે છે. કેટલાક ફેન્સ તો રમુજમાં એમ પણ લખી રહ્યા છે કે ક્લીન શેવન લુકમાં યશ સાઇડ પ્રોફાઇલથી ક્રિકેટર સૂર્યકુમાર યાદવ જેવો દેખાઈ રહ્યો છે.
બોક્સ ઓફિસ પર મોટો મુકાબલો: 'ધુરંધર 2' vs 'ટોક્સિક'
ટીઝરના અંતમાં ફિલ્મની રિલીઝ ડેટ 19 માર્ચ, 2026 જાહેર કરવામાં આવી છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે બોક્સ ઓફિસ પર યશની 'ટોક્સિક' અને 'ધુરંધર 2' વચ્ચે ક્લેશ થશે. અગાઉ એવી ચર્ચાઓ હતી કે 'ધુરંધર 2'ના ક્રેઝને જોઈને મેકર્સ ફિલ્મ પાછળ ઠેલવી શકે છે, પરંતુ રિલીઝ ડેટ યથાવત રાખીને મેકર્સે સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે તેઓ ટક્કર માટે તૈયાર છે.
આ પણ વાંચો: કેનેડી ફિલ્મમાં સેન્સર બોર્ડે ડોનાલ્ડ ટ્રમ્પને બદલે પોમ્પ ટ્રમ્પ કરવા જણાવ્યું
સોશિયલ મીડિયા પર ફેન વોર
ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર 'ધુરંધર' અને 'ટોક્સિક'ના ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગઈ છે. એક યૂઝરે લખ્યું, 'જંગ થશે તો જીતશે તો રોકી ભાઈ જ!', જ્યારે અન્ય એક ચાહકે લખ્યું કે બંને ફિલ્મો શાનદાર હોવાથી આ ક્લેશ ન થવો જોઈએ. યશના નવા લુક અને શાનદાર એક્શનને કારણે અત્યારથી જ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણીના અંદાજો લગાવવામાં આવી રહ્યા છે.









