રૂ.4000 કરોડ નથી 'રામાયણ' ફિલ્મનું બજેટ! સુપરસ્ટાર યશે ગણિત સમજાવતા કહ્યું- આ એક મોટી ગેરસમજ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yash Ramayana Movie 4000 Crore Budget Clarification: ફિલ્મમેકર નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મના પ્રોડક્શનને લઈને હેડલાઇન્સમાં છે. 'રામાયણ'ને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ તરીકે ઓળખવામાં આવી રહી છે. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ અગાઉ કહ્યું હતું કે, બે ભાગના બનનારી આ ફિલ્મનું બજેટ ₹4,000 કરોડ જેટલું છે. 'રામાયણ' ફિલ્મના બજેટ અંગે ગણિત સમજાવતા સુપરસ્ટાર યશે કહ્યું કે, 'આ એક મોટી ગેરસમજ છે.'
'રામાયણ' ફિલ્મના બજેટ અંગે સુપરસ્ટાર યશનો ખુલાસો
યશે રામાયણ ફિલ્મના બજેટ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, 'આ એક ગેરસમજ છે, તેથી હું સ્પષ્ટતા કરું છું. ₹4,000 કરોડનો આંકડો બે ભાગમાં બનનારી ફિલ્મનું બજેટ છે. જેમાં રિલીઝ અને પ્રમોશનના ખર્ચનો સમાવેશ કરાયો છે. આ હોલિવૂડ ફિલ્મ જેવું હોય છે. અમારા પાર્ટનર(નમિત)એ આ બધાને ધ્યાનમાં લીધા પછી જ આ નિવેદન આપ્યું હતું. ત્યાંનું એકાઉન્ટિંગ આ રીતે થાય છે. તેઓ પ્રમોશન પર ફિલ્મ બનાવવાના બજેટ જેટલી અથવા ક્યારેક તેનાથી પણ વધુ રકમ ખર્ચ કરે છે, કારણ કે તે વૈશ્વિક સ્તરની ફિલ્મ છે. જો કે, કમાણી વૈશ્વિક સ્તરે હોય છે.'
રામાયણ ફિલ્મમાં રાવણનો રોલ ભજવનાર એક્ટરે કહ્યું કે, 'ફિલ્મને ગ્લોબલ લેવલે લઈ જવા માટે આટલાં મોટા બજેટની જરૂરત હતી. સિનેમા એક સોફ્ટ પાવર છે. અમારે આના માટે ઘણી મહેનત કરવી પડશે. આમ, અમે સખત મહેનત કરીને યોગ્ય રીતે અમારુ કામ કરીશું. આજે નહીં તો કાલે અમે તે કરી બતાવીશું. જો અમે નહીં કરીએ તો બીજું કોઈ કરશે, પરંતુ આ થવું જોઈએ. મને એવું લાગે છે કે, રામાયણ અને ટોક્સિક ફિલ્મ ભારતીય સિનેમાને ગ્લોબલ સ્તરની ફિલ્મ તરીકે સ્થાપિત કરવાની કોશિશ છે.'
ક્યારે રિલીઝ થશે રામાયણ?
'રામાયણ'નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. તેમાં યશ રાવણની ભૂમિકામાં છે, જ્યારે રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ અને સીતાના પાત્રમાં છે. આ ફિલ્મમાં રવિ દુબે, સની દેઓલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર પણ છે. રામાયણ ફિલ્મ આ વર્ષે દિવાળી દરમિયાન રિલીઝ થશે.









