ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પગ મૂકતાં જ વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ! તેંડુલકર સહિત પાક-બાંગ્લા પ્લેયર્સના રેકોર્ડ તૂટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vaibhav Sooryavanshi Record : ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં મેદાન પર ઉતરતાં જ એક મોટો ઈતિહાસ રચી દીધો છે. માત્ર 15 વર્ષ અને 211 દિવસની ઉંમરે વૈભવ ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનાર વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ ખેલાડી બની ગયો છે. આ સિદ્ધિ મેળવીને તેણે વિશ્વ ક્રિકેટના અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
દિગ્ગજોના રેકોર્ડ તોડી વૈભવ બન્યો નંબર 1
વૈભવ સૂર્યવંશી પહેલાં આ વર્લ્ડ રેકોર્ડ બાંગ્લાદેશના મોહમ્મદ શરીફના નામે નોંધાયેલો હતો. શરીફે 18 ડિસેમ્બર 2001ના રોજ હેમિલ્ટનમાં ટેસ્ટ મેચ રમી ત્યારે તેમની ઉંમર 16 વર્ષ અને 6 દિવસ હતી. આ યાદીમાં પાકિસ્તાનના આકિબ જાવેદ 16 વર્ષ અને 185 દિવસની ઉંમરે બીજા સ્થાને હતા, જ્યારે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 16 વર્ષ અને 284 દિવસની ઉંમરે ન્યૂઝીલેન્ડમાં મેચ રમી હતી. વૈભવે આ તમામને પાછળ છોડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં મળ્યો મોકો
ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ વખતે જણાવ્યું હતું કે નિયમિત વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન ઈજાગ્રસ્ત હોવાના કારણે વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-11માં સામેલ કરવાની તક મળી છે. આ ઉપરાંત મયંકના સ્થાને પ્રિન્સ યાદવને ટીમમાં સ્થાન અપાયું હતું, જેને કેપ્ટને એક વ્યૂહાત્મક ફેરફાર ગણાવ્યો હતો.
ભારતની પ્લેઈંગ-11 ટીમ
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11 ટીમ
ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, જેકબ ડફી, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.




