બોક્સ ઓફિસ પર ઇમરાન હાશ્મીનો દબદબો: 'આવારાપન 2' એ 2 દિવસમાં સલમાન ખાનની 'એક થા ટાઈગર'ને પછાડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Awarapan 2 Box Office Collection : બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને અભિનેત્રી દિશા પટણી સ્ટારર ફિલ્મ 'આવારાપન 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 2007 માં આવેલી હિટ ફિલ્મ 'આવારાપન' ની આ સિક્વલને દર્શકો અને ક્રિટિક્સ તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મે થિયેટર્સમાં છવાઈ ગઈ છે અને વર્ડ ઓફ માઉથનો તેને જબરદસ્ત ફાયદો થઈ રહ્યો છે. ફિલ્મમાં ઈમરાન અને દિશાનો રોમાન્સ તેમજ એક્શન દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
'આવારાપન 2' નું 2 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ 'આવારાપન 2' એ પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર ડબલ ડિજિટ સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રાપ્ત આંકડા મુજબ:
- ફિલ્મે પહેલા દિવસે (ઓપનિંગ ડે) 23.4 કરોડ રૂપિયા નું શાનદાર કલેક્શન કર્યું છે અને તેની ઓક્યુપન્સી 45% નોંધાઈ હતી.
- બીજા દિવસે ફિલ્મને 53.4% નો જોરદાર ગ્રોથ મળ્યો હતો અને તેણે શનિવારે 34.09 કરોડ રૂપિયા ની કમાણી કરી હતી, જ્યારે ઓક્યુપન્સી વધીને 55.0% થઈ ગઈ હતી.
- આ રીતે માત્ર 2 જ દિવસમાં ફિલ્મનું ઇન્ડિયા નેટ કલેક્શન 57.49 કરોડ રૂપિયા થઈ ગયું છે.
- જ્યારે ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 67.84 કરોડ રૂપિયા ના આંકડાને આંબી ગયું છે.
સલમાન ખાનની 'એક થા ટાઈગર' નો રેકોર્ડ તોડ્યો
સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) ના વીકએન્ડ પર રિલીઝ થયેલી 'આવારાપન 2' એ કમાણીના નવા રેકોર્ડ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે. બીજા દિવસે 34.09 કરોડની કમાણી સાથે તે 15 ઓગસ્ટ પર ધમાકેદાર કલેક્શન કરનારી 5મી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ મામલામાં તેણે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'એક થા ટાઈગર' (32.93 કરોડ) ને પણ પાછળ છોડી દીધી છે.
ઈમરાન હાશ્મીના કરિયરની ત્રીજી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
નિતિન કક્કડ દ્વારા નિર્દેશિત 'આવારાપન 2' નું પ્રદર્શન ઈમરાન હાશ્મીના કરિયર માટે પણ એક મોટો માઇલસ્ટોન સાબિત થયું છે. માત્ર બે જ દિવસમાં આ ફિલ્મ ઈમરાનની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી (હાઇએસ્ટ ગ્રોસિંગ) ફિલ્મ બની ગઈ છે. તેણે 57.49 કરોડની કમાણી સાથે અજય દેવગનની ફિલ્મ 'વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ' (55.47 કરોડ) નો આંકડો પાર કરી લીધો છે. ઈમરાન હાશ્મીની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોમાં હવે 'બાદશાહો' (78.1 કરોડ) અને 'રાઝ 3' (70.7 કરોડ) પછી 'આવારાપન 2' ત્રીજા નંબરે આવી ગઈ છે. આગામી દિવસોમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ નવા રેકોર્ડ સર્જે તેવી પૂરી શક્યતા છે.









