Entertainment

કોણ છે ગોવિંદાની રુમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણકાર? મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થતાં જ અફેરની અટકળો

By GS Team
11 Aug 20264 mins read
TukuTouch Logo
અભિનેતા ગોવિંદા કથિત ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણાકર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કોમલ એક ઊભરતી અભિનેત્રી છે અને ગોવિંદાના આગામી પ્રોજેક્ટ 'રૂપા'માં જોવા મળશે. સુનિતા આહુજાએ આ બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ગોવિંદાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોવાનું જણાવ્યું હતું. ગોવિંદા અને કોમલ છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં હોવાની અફવા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે ગોવિંદાની રુમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણકાર? મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થતાં જ અફેરની અટકળો

Who Is Komal Rani Swarnkar: લાંબા સમયથી અભિનેતા ગોવિંદા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેતાની પત્ની સુનિતા આહુજા અવારનવાર તેમના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ લગાવી ચૂકી છે. તાજેતરમાં જ ગોવિંદા તેમની કથિત ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણાકર સાથે એરપોર્ટ પર પણ સ્પોટ થયા હતા.

જોકે, ગોવિંદા કે કોમલ બંનેમાંથી કોઈએ પણ તેઓ રોમેન્ટિક રિલેશનશિપમાં હોવાની વાતની ઓફિશિયલ પુષ્ટિ નથી કરી. એક તરફ જ્યાં તેમના ડેટિંગના અહેવાલો હજુ પણ માત્ર અટકળો જ છે, ત્યારે આવો જાણીએ કે ગોવિંદાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ કોણ છે અને તે શું કરે છે?

કોણ છે ગોવિંદાની રુમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણકાર?

કોમલ રાની સ્વર્ણાકર એક ઊભરતી એક્ટ્રેસ છે, જે હાલ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવાની તૈયારી કરી રહી છે. ગોવિંદાના આગામી પ્રોજેક્ટ 'રૂપા' સાથે જોડાયા બાદ જ તે ચર્ચામાં આવી હતી.

કોમલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી છે. એવી માહિતી મળી રહી છે કે, તે ઉત્તર પ્રદેશની વતની છે. જોકે, પબ્લિક સોર્સમાં તેની પર્સનલ લાઈફ, અભ્યાસ અને ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. હાલ તેની ઉંમર અંગે પણ કોઈ માહિતી નથી.

4 વર્ષથી રિલેશનશિપમાં છે ગોવિંદા

તમને જણાવી દઈએ કે, હાલમાં જ ગોવિંદા અને કોમલ મુંબઈ એરપોર્ટ પર પબ્લિકલી એકસાથે સ્પોટ થયા હતા. બંને સાથે જોવા મળતા જ તે વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી, ત્યારબાદ ગોવિંદા અને કોમલ રિલેશનશિપમાં હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. જોકે, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જોડી છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહી છે.

રુમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ સાથે અનેક ફિલ્મ કરી રહ્યા ગોવિંદા

કોમલ બોલિવૂડના હીરો નંબર 1 એટલે કે ગોવિંદા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે એક્ટરની ફિલ્મ 'રૂપા'માં જોવા મળશે. આ ફિલ્મથી ગોવિંદા મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. થોડા સમય પહેલા ગોવિંદાએ એક ઈવેન્ટમાં પોતાની આ ફિલ્મની જાહેરાત કરતી વખતે કોમલનો મીડિયા સાથે પરિચય પણ કરાવ્યો હતો. આ દરમિયાન એક્ટરે કોમલ સાથે કેટલીક હિટ ફિલ્મો આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

બીજી તરફ અનેક મીડિયા અહેવાલોમાં કોમલનું નામ ગોવિંદાના અન્ય એક આગામી પ્રોજેક્ટ 'દુનિયાદારી' સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, એટલે કે કોમલ અને ગોવિંદા સાથે અનેક ફિલ્મોમાં જોવા મળવાના છે.

સુનિતા આહૂજાની પ્રતિક્રિયા

સુનિતા આહૂજાને જ્યારે પાપારાઝીએ સવાલ કર્યો કે, 'ગોવિંદા અભિનેત્રી સાથે દેખાયા.' તો સુનિતા આહૂજા ભડકી ગઈ અને કહ્યું કે, 'તમે લોકોએ કહેવત તો સાંભળી જ હશે ને કે "વિનાશ કાળે વિપરીત બુદ્ધિ", તેમની બુદ્ધિ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ચૂકી છે અને એટલે જ તેઓ આવી હરકતો કરી રહ્યા છે. હવે આ બાબતે હું શું જ બોલું? તેમણે એક્ટર પર કટાક્ષ કરતા કહ્યું કે, કંઈક કરવું જ હતું તો સારા સ્ટેન્ડર્ડનું કરતા, સાવ ઘટિયા સ્ટેન્ડર્ડનું કરી રહ્યા છે.'

તમને જણાવી દઈએ કે, ગોવિંદાની પત્ની સુનિતા આહુજા છે. આ કપલે 1987માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે, ટીના આહુજા અને યશવર્ધન.

સુનિતા આહૂજાએ કોમલ અંગે વાત કરી હતી

એક જૂના ઈન્ટરવ્યુમાં સુનિતા આહુજાએ ગોવિંદાના કથિત અફેર અંગે વાત કરી હતી. જ્યારે ઈન્ટરવ્યુઅરે તે મહિલાનું નામ 'કોમલ' જણાવ્યું, ત્યારે સુનિતાએ તરત જ તે નામ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ નામ થોડું પ્રોબ્લેમ વાળું છે. મને કોમલ નામથી નફરત છે. એક કોમલ છે, XYZ, જે પણ હોય તે. હું તેનાથી નફરત કરું છું.'

કોમલ સાથે ડેટિંગ રૂમર્સ પર ગોવિંદાએ શું કહ્યું હતું?

કોમલ સાથે નામ જોડાવા પર ગોવિંદાએ પોતાની કો-સ્ટારનો બચાવ કર્યો હતો અને આભાર પણ માન્યો હતો કે તેમણે પોતાના વિશે ચાલી રહેલી અટકળો પર કોઈ પ્રતિક્રિયા ન આપી. ગોવિંદાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તે જે નામ કોમલનો ઉલ્લેખ કરી રહી છે, હું તેમનો આભાર માનુ છું. હું એટલા માટે બચી ગયો કારણ કે તે કોઈના પણ વિરુદ્ધ એક શબ્દ નથી બોલી રહી. તે ચુપ છે, નહીંતર આજકાલના યુવાનો ગાળાગાળી કરવામાં પાછળ નથી હટતા.'

અભિનેતાએ આગળ કહ્યું હતું કે, 'હું ખાસ કરીને કોમલનો આભાર માનવા માંગુ છું કે આ મામલાને કારણે ચર્ચામાં આવ્યા હોવા છતાં તેમણે એક પણ ખોટી વાત નથી કહી. તે એવી વ્યક્તિ નથી જે આ પ્રકારે શોહરત અને અટેન્શન મેળવવા માંગતી હોય.'