Get The App

વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ જાહેર કરી

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ જાહેર કરી 1 - image

- એક પુસ્તકના આધારે ફિલ્મ બનાવાશે

- ભૂષણ કુમાર સહ નિર્માતા હશેઃ ફિલ્મના કલાકારો તથા રીલિઝ ડેટની હજુ જાહેરાત નહિ

મુંબઇ : વિવેક અગ્નિહોત્રીએ ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની સત્તાવાર ધોષણા કરી છે. જોકે, ફિલ્મના કલાકારો કે રીલિઝ ડેટની જાહેરાત કરાઈ નથી. ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મના સહ નિર્માતા હશે. 

તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતીય જાસૂસનાં ઓપરેશનની ફિલ્મ 'ધુરંધર'ના બે ભાગ હિટ થયા છે તે પછી આ જાહેરાત આવી છે. 'ધુરંધર'નો પહેલો ભાગ હિટ થયો તે અરસામાં જ વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મ પ્લાન  કરી રહ્યો હોવાની ચર્ચા હતી.  વિવેક અગ્નિહોત્રીની જાહેરાત અનુસાર આ ફિલ્મ  લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોના પુસ્તક 'ઓપરેશન સિંદૂર : ધ અનટોલ્ન્સ્ટોરી ઓફ ઇન્ડિયા ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાક્સ્તિાન'  

વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે  અમે  આ ફિલ્મ માટે આર્મ્ડ ફોર્સીસની ઘણી વિંગ્સ સાથે ગ્રાઉન્ડ લેવલ રિસર્ચ કર્યું છે.