સોનાક્ષી સિંહાએ મકક્મ રહીને પાપારાઝીઓને ભગાડી મૂક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: નેહા ધુપિયાએ તાજેતરમાં તેના બેક શોટ લેવા બદલ પાપારાઝીઓને ખખડાવ્યા હતા. એ સમયે નેહા ધુપિયાને તેના આ કામ માટે સોનાક્ષી સિંહાએ બિરદાવી હતી. હવે સોનાક્ષી સિંહાને જ પાપારાઝીઓએ પરેશાન કરતાં સોનાક્ષી સિંહાએ તેમની સામે જીદ કરી પોતાનુ ધાર્યું કર્યું હતું.
આકાંક્ષા રંજન અને શરણ શર્માના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપ્યા બાદ સોનાક્ષી સિંહા તેના પતિ ઝહીર સાથે કારમાં રવાના થઇ રહી હતી ત્યારે પાપારાઝીઓ તેમને ઘેરીને તેમનો વિડીયો બનાવતાં હતા.
સોનાક્ષી સિંહાએ કારમાં બેસતાં પૂર્વે તેમને બસ હવે બહું થયું કહી અટકવાનો નિર્દેશ આપ્યો હતો.
પણ પાપારાઝીઓએ તેનો વિડીયો બનાવવાનું ચાલુ જ રાખતાં સોનાક્ષીનો પિત્તો ગયો હતો અને તેણે કહી દીધું કે જબ તક આપ નહીં જાઓગે મેં કાર મેં નહીં બેઠુંગી.
આ ઘટનાનો વિડીયો વાઇરલ થઇ ગયો હતો. અગાઉ પણ સોનાક્ષી સિંહા તેના પિતા અને પતિ સાથે જોવા મળી ત્યારે પાપારાઝીઓ તેમનો ફોટો લેવા ધસારો કર્યો ત્યારે પણ સોનાક્ષી સિંહાએ પિત્તો ગુમાવી તેમને ધમકાવ્યા હતા. નેહા ધુપિયાએ તેમના ચોરીછુપીથી બેકશોટ લેનારા ફોટોગ્રાફર્સને ધમકાવ્યા ત્યારે પણ સોનાક્ષીસિંહાએ તેને બિરદાવી હતી.









