Entertainment

ફિલ્મ રિલીઝ સમયે જ વિક્રમ ભટ્ટ કાનૂની મુશ્કેલીમાં: 'Haunted' ફિલ્મ રોકવાની ધમકી, 19 લાખ રૂપિયા ચૂકવવા નોટિસ

By GS Team
17 Jun 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની આગામી હોરર ફિલ્મ 'હોન્ટેડ - ઇકોઝ ઓફ ધ પાસ્ટ'ની રિલીઝના થોડા દિવસ પહેલાં જ તેમને એક કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ 'લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ' દ્વારા મોકલવામાં આવી છે, જેમાં વિક્રમ ભટ્ટ પાસે 19 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જો આ રકમ ચૂકવવામાં નહીં આવે, તો પ્રોડ્યુસરે કોર્ટમાં જઈને ફિલ્મની રિલીઝ પર સ્ટે લાવવાની ચીમકી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ રિલીઝ સમયે  જ વિક્રમ ભટ્ટ કાનૂની મુશ્કેલીમાં: 'Haunted' ફિલ્મ રોકવાની ધમકી, 19 લાખ રૂપિયા ચૂકવવા નોટિસ

Vikram Bhatt Receives Legal Notice: બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની આગામી હોરર ફિલ્મ 'હોન્ટેડ - ઇકોઝ ઓફ ધ પાસ્ટ'ની રિલીઝના થોડા દિવસ પહેલાં જ તેમને એક કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ 'લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ' દ્વારા મોકલવામાં આવી છે, જેમાં વિક્રમ ભટ્ટ પાસે 19 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જો આ રકમ ચૂકવવામાં નહીં આવે, તો પ્રોડ્યુસરે કોર્ટમાં જઈને ફિલ્મની રિલીઝ પર સ્ટે લાવવાની ચીમકી આપી હતી.

શું છે સમગ્ર વિવાદ? કોર્ટે મોકલી નોટિસ

લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સના પ્રોપ્રાઇટર એમ. રમેશ વતી 'મીડિયા લીગલ'ના એડવોકેટ નાગેશ મિશ્રાએ 3 જૂન 2026ના રોજ આ લીગલ નોટિસ જારી કરી હતી. નોટિસ અનુસાર, આ વિવાદ 3 જુલાઈ 2023ના રોજ સાઇન કરાયેલા એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU)થી શરૂ થયો હતો. તે સમયે આ ફિલ્મનું નામ 'હોન્ટેડ વિન્ટર' રાખવામાં આવ્યું હતું.

દાવો કરવામાં આવ્યો છે કે લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ શરૂઆતમાં આ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ કરવા માટે તૈયાર થઈ હતી અને બંને પક્ષો વચ્ચે નફો સરખે ભાગે વહેંચવાનું નક્કી થયું હતું. કંપનીએ આ પ્રોજેક્ટમાં 94 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. ત્યારબાદ બજેટમાં ફેરફાર થતાં એક ત્રિપક્ષીય કરાર હેઠળ 'આનંદ પંડિત મોશન પિક્ચર્સ LLP'ને પણ કો-પ્રોડ્યુસર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

50 લાખનો પ્રોફિટ અને જૂની ફિલ્મ '1920'નું કનેક્શન

નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, પાછળથી કેન્સલેશન એગ્રીમેન્ટ હેઠળ લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ આ પ્રોજેક્ટમાંથી પોતાના હકો પાછા ખેંચવા સંમત થઈ હતી. જોકે તે સમયે વિક્રમ ભટ્ટે કંપનીના રોકાણના રિફંડ ઉપરાંત પ્રોફિટ પેટે 50 લાખ રૂપિયા ચૂકવવાનું વચન આપ્યું હતું.

આ વિવાદમાં વિક્રમ ભટ્ટની અગાઉની ફિલ્મ '1920'ના નાણાકીય વ્યવહારોનો પણ ઉલ્લેખ કરાયો છે. નોટિસ મુજબ, પરસ્પર ખાતાઓની પતાવટ અને ફેબ્રુઆરી 2024માં વિક્રમ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી બાદ પણ હજુ 19 લાખ રૂપિયાની બાકી રકમ ચૂકવવાની બાકી છે. બંને પક્ષો વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે જ્યાં સુધી આ બાકી રકમ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવે.

આ પણ વાંચો: બોલિવૂડનો ફ્લોપ સ્ટાર કિડ! પિતા સુપરસ્ટાર પણ દીકરાની 18 ફિલ્મોમાંથી માત્ર 1 જ થઈ હિટ!

10 દિવસનું અલ્ટીમેટમ: ફિલ્મ પર આવી શકે છે સંકટ

આ લીગલ નોટિસ દ્વારા વિક્રમ ભટ્ટને નોટિસ મળ્યાના 10 દિવસની અંદર વ્યાજ સહિત 19 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં પેમેન્ટ કરવામાં નહીં આવે, તો લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ યોગ્ય કોર્ટમાં રિકવરીની કાર્યવાહી શરૂ કરશે અને જ્યાં સુધી લેણાંની ચૂકવણી ન થાય ત્યાં સુધી 'હોન્ટેડ - ઇકોઝ ઓફ ધ પાસ્ટ'ની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરશે. હવે જોવાનું એ રહેશે કે વિક્રમ ભટ્ટ આ કાનૂની ગૂંચવણનો ઉકેલ કેવી રીતે લાવે છે.