Entertainment

કાર અકસ્માત બાદ વિજય દેવરકોંડાની પ્રતિક્રિયા, કહ્યું- માથાના ભાગે ઈજા છે પણ ચિંતા ના કરશો

By GS TEAM
7 Oct 20252 mins read
TukuTouch Logo
ગઈકાલે અભિનેતા વિજય દેવરકોંડાની કારના અકસ્માતની ખબરે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી. કારના ફરકચ્ચા ઉડી ગયા હોય તેવા વીડિયોના કારણે તેના ચાહકો તેની હાલત જાણવા માટે ચિંતિત બન્યા હતા. જોકે, આ મામલે અભિનેતાએ પોતાની ચૂપ્પી તોડી છે. વિજયે પોતાના X એકાઉન્ટ પર જણાવ્યું કે, 'હું સલામત છું અને કોઈએ તણાવ લેવો નહીં. બસ મારા માથામાં થોડી ઈજા થઈ છે, જેના કારણે દુખાવો છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

કાર અકસ્માત બાદ વિજય દેવરકોંડાની પ્રતિક્રિયા, કહ્યું- માથાના ભાગે ઈજા છે પણ ચિંતા ના કરશો

Vijay Deverakonda: ગઈકાલે અભિનેતા વિજય દેવરકોંડાની કારના અકસ્માતની ખબરે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી. કારના ફરકચ્ચા ઉડી ગયા હોય તેવા વીડિયોના કારણે તેના ચાહકો તેની હાલત જાણવા માટે ચિંતિત બન્યા હતા. જોકે, આ મામલે અભિનેતાએ પોતાની ચૂપ્પી તોડી છે. વિજયે પોતાના X એકાઉન્ટ પર જણાવ્યું કે, 'હું સલામત છું અને કોઈએ તણાવ લેવો નહીં. બસ મારા માથામાં થોડી ઈજા થઈ છે, જેના કારણે દુખાવો છે.' 

વિજયે આપી હેલ્થ અપડેટ

અભિનેતાએ કાર અકસ્માત વિષે જણાવતા X પર લખ્યું, 'બધું બરાબર છે. કારનો અકસ્માત થયો હતો, પણ અમે બધા ઠીક છીએ. મેં સ્ટ્રેન્થ વર્કઆઉટ પણ કર્યું અને હમણાં જ ઘરે પાછો ફર્યો છું. મારા માથામાં થોડી ઈજા થઈ છે, જેના કારણે દુખાવો છે, પરંતુ એવી ગભરાવાની કોઈ વાત નથી કે જે બિરયાની અને ઊંઘથી ઠીક ન થઈ શકે. તેથી આપ સૌને ખૂબ જ પ્રેમ અને દુલાર. આ સમાચારથી તણાવ ન લેશો.' 

ક્યારે અને ક્યાં થયો હતો અકસ્માત?

વિજય દેવરકોંડા તેના પરિવાર સાથે પુટ્ટપર્થી સ્થિત પ્રશાંતિ નિલયમ આશ્રમમાં શ્રી સત્ય સાઈં બાબાની મહાસમાધિના દર્શન કરવા ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર હૈદરાબાદ પાછા ફરતી વખતે આ દુર્ઘટના તેલંગાણાના જોગુલંબા ગડવાલ જિલ્લામાં હૈદરાબાદ-બેંગલુરુ રાજમાર્ગ પર થઈ હતી. અભિનેતાની લેક્સસ LM350ને એક કાર પાછળથી ટક્કર મારીને જતી રહી હતી. માંડ બચેલો આ તેલુગુ સ્ટાર, એક મિત્રની કારમાં બેસીને હૈદરાબાદ પહોંચ્યો હતો. અભિનેતાના ડ્રાઇવરે કથિત રીતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: શર્વરી વાઘ અહાન પાંડેની નવી ફિલ્મની હિરોઈન બનશે

અભિનેતાની સગાઈની ચર્ચા

આ ઉપરાંત તાજેતરમાં અભિનેતાની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેના હાથમાં સગાઈની વીંટી જોવા મળી છે. એવા અહેવાલો છે કે વિજયે ગયા અઠવાડિયે અભિનેત્રી રશ્મિકા સાથે સગાઈ કરી છે. જોકે, તેની કોઈ સાર્વજનિક ઘોષણા કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નના બંધને બંધાવાના છે.