Entertainment
'ગલી બોય'ની સીકવલમાં વિકી અને અનન્યાની જોડી બનશે
By GS Team
14 Jan 20251 min read
This article was originally published on 14 Jan 2025

- આલિયા અને રણવીરને રીપીટ નહીં કરાય
- દિગ્દર્શક અર્જુન વરેનસિંહને 'ખો ગયે હમ કહાં'માં અનન્યાનું કામ ગમ્યું હતું
'ગલી બોય'ની સીકવલમાં વિકી કૌશલ અને અનન્યા પાંડેની જોડી જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના સર્જકોએ વિકી કૌશલને હિરો તરીકે અગાઉથી જ પસંદ કરી લીધો છે. હવે તેની સાથે હિરોઈન તરીકે અનન્યા પાંડેને ફાઈનલ કરવામાં આવે તેવી સંભાવના છે.
રણવીર અને આલિયાની ફિલ્મ 'ગલી બોય' ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. તેની સીકવલની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. જોકે, હવે સીકવલમાંથી રણવીર અને આલિયાની બાદબાકી કરી દેવામાં આવી છે. સીકવલનું દિગ્દર્શન અર્જુન વરેન સિંહ કરવાનો છે. તેણે 'ખો ગયે કહાં હમ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મની હિરોઈન અનન્યા પાંડે હતી. આથી તેને 'ગલી બોય'ની સીકવલમાં હિરોઈન તરીકે અનન્યા વધારે યોગ્ય લાગી છે.




