Entertainment

ઉર્ફી જાવેદ ઈસ્લામથી 'બરખાસ્ત', નામ રાખ્યું ગીતા ભારદ્વાજ? અભિનેત્રીએ અફવાઓ પર તોડ્યું મૌન

By GS Team
1 Feb 20263 mins read
TukuTouch Logo
એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદે આખરે પોતાના ધર્મ અને ઓળખ અંગે ઈન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, હું કોઈ પણ ધર્મને નથી માનતી. ઉર્ફીની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ દાવો કર્યો હતો કે, મુસ્લિમ સમાજે ઉર્ફી જાવેદને ઈસ્લામમાંથી બરખાસ્ત કરવાનો અને તેનું નામ બદલીને ગીતા ભારદ્વાજ રાખવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉર્ફી જાવેદ ઈસ્લામથી 'બરખાસ્ત', નામ રાખ્યું ગીતા ભારદ્વાજ? અભિનેત્રીએ અફવાઓ પર તોડ્યું મૌન

Urfi Javed Breaks Silence: એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદે આખરે પોતાના ધર્મ અને ઓળખ અંગે ઈન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, હું કોઈ પણ ધર્મને નથી માનતી. ઉર્ફીની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ દાવો કર્યો હતો કે, મુસ્લિમ સમાજે ઉર્ફી જાવેદને ઈસ્લામમાંથી બરખાસ્ત કરવાનો અને તેનું નામ બદલીને ગીતા ભારદ્વાજ રાખવાનો નિર્ણય લીધો છે.

અભિનેત્રીએ અફવાઓ પર તોડ્યું મૌન

એક એજન્સી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં ઉર્ફી જાવેદે આ સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા અને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેણે કહ્યું કે, 'મેં ખુદ ઘણા સમય પહેલા ધર્મ છોડી દીધો હતો. હવે આ બધું કોણ બનાવી રહ્યું છે? પોતાનું નામ ગીતા ભારદ્વાજ રાખવાના નામ પર ઉર્ફીએ કહ્યું કે, કોણે કહ્યું આવું? આવી કોઈ રિપોર્ટ નથી. આ લોકો પોતે જ બનાવી રહ્યા છે. હું કોઈ ધર્મમાં નથી માનતી. હું નાસ્તિક છું. તો તમે મને ક્યાંથી બરખાસ્ત કરશો? જે સ્થાન પર હું છું જ નહીં ત્યાંથી તમે મને કેવી રીતે બહાર કરશો.'

ઉર્ફી જાવેદ ઈસ્લામથી 'બરખાસ્ત'

31 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ એક વીડિયો શેરીને દાવો કર્યો હતો કે, ઉર્ફી જાવેદને ઈસ્લામમાંથી બરખાસ્ત કરી દેવામાં આવી છે અને હવે તે ગીતા ભારદ્વાજ તરીકે ઓળખાશે. આ વીડિયોમાં તેણે આરોપ લગાવ્યો હતો કે, ઉર્ફી દ્વારા મુસ્લિમ સમાજનું સતત અપમાન કર્યા પછી મુસ્લિમોએ તેને સમાજમાંથી બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો છે.

ઉર્ફી જાવેદ હવે મુસ્લિમ નથી

વીડિયોમાં અન્સારીએ કહ્યું કે, 'નમસ્તે મિત્રો, કેમ છો બધા? હું ફૈઝાન અન્સારી છું. એક છોકરી છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં મુસ્લિમોનું નામ ખરાબ કરી રહી છે. તે પોતે કહે છે કે તે કુરાનમાં વિશ્વાસ નથી કરતી, ઈસ્લામમાં નથી માનતી, મુસ્લિમ ધર્મને નથી માનતી. અત્યાર સુધી તેનું નામ મુસ્લિમ હતું - ઉર્ફી જાવેદ. તે ખૂબ જ ખરાબ છોકરી છે જેણે વિશ્વભરના મુસ્લિમોનું નામ ખરાબ કર્યું છે અને દરેક મુસ્લિમ તેને ગાળો આપે છે. અંતે અમે મુસ્લિમોએ  નિર્ણય લીધો છે કે ઉર્ફી જાવેદ હવે મુસ્લિમ નથી. તેના માટે મેં ઓલ ઈન્ડિયા મુસ્લિમ કમ્યુનિટીના હેડ મૌલાનાને લેખિત પત્ર આપ્યો છે. મેં પરવાનગી નથી માગી, મેં તેમને માત્ર એટલું જ જણાવ્યું છે કે ઉર્ફી જાવેદ હવે મુસ્લિમ નથી. ઉર્ફી જાવેદનો મુસ્લિમ કમ્યુનિટી સાથે કોઈ સંબંધ નથી અને તેનું નવું નામ ગીતા ભારદ્વાજ છે.'

ઉર્ફી જાવેદનું નામ ગીતા ભારદ્વાજ

મુસ્લિમ સમાજ તરફથી આ નિર્ણયની જાહેરાત કરતા ફૈઝાને કહ્યું કે, 'હું આ જાહેરમાં એ ઘોષણા કરી રહ્યો છું જેથી બધાને ખબર પડે કે ઉર્ફી જાવેદ હવે મુસ્લિમ નથી. તેનું નામ ગીતા ભારદ્વાજ છે. આપણે બધા મુસ્લિમોએ આ નિર્ણય લીધો છે. મેં મૌલાનાને એક લેખિત પત્ર આપ્યો છે અને તેને આ વિડિઓ સાથે જોડી રહ્યો છું. હું તેને ટ્વિટ પણ કરીશ જેથી મેસેજ આખી દુનિયા સુધી પહોંચે. પ્લીઝ આને ફોરવર્ડ કરો જેથી લોકોને ખબર પડે કે જ્યારે તમે મુસ્લિમોના નામનું અપમાન કરવા બદલ શું થાય છે. આજથી ઉર્ફી જાવેદનું નામ ગીતા ભારદ્વાજ છે. પ્લીઝ તેને ઉર્ફી જાવેદ ન કહો. મુસ્લિમ સમુદાય કે સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. હું પુરાવા તરીકે પત્ર જોડી રહ્યો છું. આભાર.'