'કુમકુમ ભાગ્ય' ફેમ જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કેમ કર્યો આપઘાત? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanchita Ugale Self-destruction Case: 'કુમકુમ ભાગ્ય' ફેમ જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂનની સાંજે ફાંસી લગાવી આપઘાત કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસની તપાસ કરી રહેલા અચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, સંચિતા ઉગલે માનસિક રીતે અસ્વસ્થ હતી અને ડિપ્રેશનથી પીડાતી હતી. તે મનોચિકિત્સક પાસે સારવાર લઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે, સંચિતા ઉગલેને કામ મળી રહ્યું ન હતું. ભવિષ્યમાં તેને કામ મળશે કે નહીં તે અંગે તે ખૂબ જ ચિંતિત હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા માતાપિતા અને સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી છે અને સંચિતા જેમની સાથે કામ કરતી હતી તેમની સાથે વધુ તપાસ કરવામાં આવશે. 14 જૂનના રોજ સંચિતાનો મૃતદેહ નાલાસોપારા પૂર્વના અચોલે ગામમાં સાંઈ સંતોષી બિલ્ડિંગમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસ મૃત્યુના કારણના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
સુશાંત સિંહ રાજપૂત સાથેના સંબંધો વિશે પોલીસે શું કહ્યું?
સંચિતાએ આત્મહત્યા કેસને લોકોએ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડવાનું શરૂ કર્યું છે. કારણ કે સુશાંતનું મૃત્યુ પણ 2020માં 14 જૂને થયું હતું. જો કે, તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, જે લિંક જોડવામાં આવી રહી છે એ ખોટું છે. તપાસમાં હજુ સુધી બીજી કોઈ કડી મળી નથી.









