Entertainment

દેશની નં. 1 ફિલ્મ, બજેટ ફક્ત 20 કરોડ... રેટિંગમાં ‘ધુરંધર 2’ અને ‘દંગલ’થી પણ આગળ

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
ભારતની ખૂબ જ ચર્ચિત ફિલ્મોની વાત કરીએ તો ઘણી ફિલ્મોનો એમાં સમાવેશ થાય છે. જો કે એક ફિલ્મ એવી છે જેણે ‘દંગલ’ અને ‘ધુરંધર 2’ને પણ પાછળ છોડી દીધી છે. ભારતની વધુ કમાણી કરનારી ફિલ્મોની વાત કરીએ તો ટોપ પર નામ આવે છે વર્ષ 2016માં આવેલી ‘દંગલ’નું અને ત્યાર બાદ આ વર્ષે આવેલી ‘ધુરંધર 2’નું. ‘દંગલ’ વિશ્વભરમાં 2020 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી સાથે ભારતની નંબર-1 ફિલ્મ છે. બીજા નંબરે આ જ વર્ષે રિલીઝ થયેલી Dhurandhar 2 છે, જેણે દુનિયાભરમાં 1840 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. જો કે આ તો વધુ કમાણી કરનારી ફિલ્મો છે, પરંતુ દેશની સૌથી લોકપ્રિય ફિલ્મનો રેકોર્ડ એક બીજી જ ફિલ્મના નામે છે, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશની નં. 1 ફિલ્મ, બજેટ ફક્ત 20 કરોડ... રેટિંગમાં ‘ધુરંધર 2’ અને ‘દંગલ’થી પણ આગળ

Most Popular Bollywood Film: ભારતની ખૂબ જ ચર્ચિત ફિલ્મોની વાત કરીએ તો ઘણી ફિલ્મોનો એમાં સમાવેશ થાય છે. જો કે એક ફિલ્મ એવી છે જેણે ‘દંગલ’ અને ‘ધુરંધર 2’ને પણ પાછળ છોડી દીધી છે. ભારતની વધુ કમાણી કરનારી ફિલ્મોની વાત કરીએ તો ટોપ પર નામ આવે છે વર્ષ 2016માં આવેલી ‘દંગલ’નું અને ત્યાર બાદ આ વર્ષે આવેલી ‘ધુરંધર 2’નું. ‘દંગલ’ વિશ્વભરમાં 2020 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી સાથે ભારતની નંબર-1 ફિલ્મ છે. બીજા નંબરે આ જ વર્ષે રિલીઝ થયેલી Dhurandhar 2 છે, જેણે દુનિયાભરમાં 1840 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. જો કે આ તો વધુ કમાણી કરનારી ફિલ્મો છે, પરંતુ દેશની સૌથી લોકપ્રિય ફિલ્મનો રેકોર્ડ એક બીજી જ ફિલ્મના નામે છે, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. 

રિયલ સ્ટોરી પર આધારિત ફિલ્મ

અહીં જે ફિલ્મની વાત થઈ રહી છે તેનું નામ ‘12th Fail’ છે, જે IPS મનોજ કુમાર શર્માની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત હતી. વિક્રાંત મેસી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો અને તેમણે શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. સંઘર્ષથી સફળતા સુધીની આ કહાની લોકોને ખૂબ પસંદ આવી હતી અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

‘દંગલ’ અને ‘ધુરંધર 2’ કમાણીના મામલે ભલે ટોચ પર હોય, પરંતુ લોકપ્રિયતામાં આ બંને પાછળ છે. નવાઈની વાત એ છે કે, આ બંને ફિલ્મમાં દિગ્ગજ અભિનેતાઓ હતા, પરંતુ ‘12th Fail’ માં એક એવો અભિનેતા હતો, જે પહેલાં ટીવી પર કામ કરતો હતો. બાદમાં તે ફિલ્મોમાં એન્ટ્રી કરીને છવાઈ ગયો હતો.  

‘12th Fail’ની રેટિંગ

રેટિંગની દ્રષ્ટિએ ‘12th Fail’ IMDb પર સૌથી મોટી ભારતીય ફિલ્મ માનવામાં આવે છે. તેને 8.7ની રેટિંગ મળી છે. ‘દંગલ’ને 8.3 અને ‘ધુરંધર 2’ને 8.5 રેટિંગ મળ્યું છે. ‘12th Fail’માં વિક્રાંત મેસી સાથે મેધા રાણા પણ જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન વિધુ વિનોદ ચોપડાએ કર્યું હતું.

આ પણ વાંચો: શાહિદની એન્ટ્રીની ચર્ચા વચ્ચે વરુણ ધવને ‘નો એન્ટ્રી 2’માંથી લીધી એક્ઝિટ? આ પહેલાં દિલજીતે પણ છોડી હતી ફિલ્મ…

‘12th Fail’ની કમાણી

‘12th Fail’માં વિક્રાંત મેસી સહિત અન્ય કલાકારોની એક્ટિંગ, ફિલ્મની કહાની અને વિધુ વિનોદ ચોપડાનું દિગ્દર્શન લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ લોકોને એટલી ગમી હતી કે વિશ્વભરના બોક્સ ઓફિસ પર તેણે લગભગ 70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી.