Entertainment

લોકો જે ગીત પર દુલ્હનની એન્ટ્રી પર વગાડે છે તે દુનિયા છોડવા માટે લખાયું હતું! કૈલાશ ખેરની વાત સાંભળી રડી પડશો

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
કૈલાશ ખેરના લોકપ્રિય ગીત 'પિયા ઘર આવાંગે'ની વાસ્તવિકતા સામે આવી છે. આ ગીત લગ્નો માટે નહીં, પરંતુ કૈલાશ ખેરે પોતાના પિતાના અવસાન બાદ લખ્યું હતું. રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું કે, પિતાજીના છેલ્લા શ્વાસ દરમિયાન તેઓ હરિ ઓમનો જાપ કરતા હસતા હસતા દેવલોક પામ્યા. આ ગીત તે આનંદમય મિલનને દર્શાવે છે, જે પિતા-પુત્રના અંતિમ પળોમાં અનુભવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકો જે ગીત પર દુલ્હનની એન્ટ્રી પર વગાડે છે તે દુનિયા છોડવા માટે લખાયું હતું! કૈલાશ ખેરની વાત સાંભળી રડી પડશો

Mere Piya Ghar Aavenge Song Story: લગ્નોમાં દુલ્હનની એન્ટ્રી અને વરમાળા વખતે વાગતા કૈલાશ ખેરના આ પ્રખ્યાત ગીતને સાંભળીને ભાગ્યે જ કોઈના મનમાં તેની કહાનીનો ખ્યાલ આવતો હશે. આ ગીતના બોલ ભલે દુલ્હા-દુલ્હનના મિલનનો અહેસાસ કરાવતા હોય, પરંતુ આની પાછળની કહાની અત્યંત ભાવુક અને જીવન-મૃત્યુ સાથે જોડાયેલી છે. કૈલાશ ખેરે જણાવ્યું કે, મેં આ ગીત કોઈ લગ્ન કે પ્રેમ કહાની માટે નહીં, પરંતુ પોતાના પિતાના દેવગમન પર લખ્યું હતું.

કયા ગીતની થઈ રહી છે વાત?

કૈલાશ ખેરે રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટમાં કહ્યું કે, "'પિયા ઘર આવાંગે'…આ ગીત પર લોકો રીલ બનાવે છે અને બોલે છે, આ ગીત કૈલાશ ખેરનું છે. આ લગ્નોમાં ગાવા માટે નથી, પરંતુ દુનિયા છોડવા માટે લખાયું છે. ક્યારેક-ક્યારેક અમારી ટીમ બતાવે છે તે રીલ. તેઓ કહે છે, તેમની માતા જ્યારે જતી રહી હતી ત્યારે કૈલાશ ખેરે પોતાની માતા તરફથી પોતાના પિતા માટે આ ગીત બનાવ્યું હતું. જોકે, ત્યારે મારી માતા નહોતી ગુજરી, મારા પિતાનું નિધન થઈ ગયુ હતું."

કેવી હતી પિતાજીની છેલ્લી ક્ષણો?

કૈલાશ ખેરે આગળ કહ્યું કે, 'હું પિતાજીની અવસ્થા જોઈ રહ્યો હતો. મારા પિતાજી મેડિટેશન કરતા હતા. તેમનું મેડિટેશન કરતાં-કરતાં નિધન થઈ ગયુ હતું. તો તેઓ હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ… પહેલા ધીમે-ધીમે બોલી રહ્યા હતા. પછીથી ખૂબ જોરથી બોલવા લાગ્યા. જેમ કોઈ આનંદમાં ખૂબ જોર-જોરથી ગીત ગાઈ રહ્યું હોય. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. અને હું પિતાજીની તે અવસ્થા જોઈ રહ્યો હતો અને આમ કરતાં-કરતાં તેઓ હસતાં-હસતાં ચાલ્યા ગયા. તો તે જે આનંદ મેં જોયો, મેં તે આનંદને, તે મિલનને આ ગીતમાં બતાવ્યો છે. "ચોક પુરાઓ, માટી રંગાઓ, આજ મેરે પિયા ઘર આવાંગે. ખબર સુનાઉ જો, ખુશી રે બતાઉ જો, આજ મેરે પિયા ઘર આવાંગે. એરી સખી મંગલ ગાઓ રી, ધરતી અંબર સજાઓ રી, ઉતરેગી આજ મેરે પી કી સવારી, અરી કોઈ કાજલ લાઓ રી, મોહે કાલા ટીકા લગાઓ રી, ઉનકી છબ સે દિખૂ મેં તો પ્યારી, લક્ષ્મી જી વારો નજર ઉતારો." આ મેં પિતાજીના દેવલોક ગમન પર લખ્યું છે.'

પિતાજીએ ખોળામાં લીધા હતા છેલ્લા શ્વાસ- કૈલાશ ખેર

કૈલાશ ખેરના ખોળામાં તેમના પિતાજીએ છેલ્લા શ્વાસ લીધા હતા. કૈલાશ ખેરે જણાવ્યું કે, 'દેવલોક ગમન વખતે મારા પિતાજી મારા ખોળામાં હતા અને તે દિવસે મારો શો હતો. તો બ્રહ્મ મુહૂર્તમાં આ થયું અને પછી અમે અમારા પિતાજીના અંતિમ સંસ્કાર કર્યા પછી સાંજે શો કર્યો. તો શોમાં તો બધાને ખુશ રાખવાના હોય છે, તો વિચારો તે સમયે અમારી સ્થિતિ કેવી હશે. તો દેવ ગમનથી આ ગીત નીકળ્યું, આજ મેરે પિયા ઘર આવાંગે. આજે તમે હેરાન થઈ જશો વિવાહમાં વાગે છે અને વરમાળા વખતે આ ગીત વાગે છે.'