Get The App

અજય દેવગણની દ્રશ્યમ થ્રીનું શૂટિંગ છેક હવે પત્યું

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
અજય દેવગણની દ્રશ્યમ થ્રીનું શૂટિંગ છેક હવે પત્યું 1 - image

- અલગ વાર્તાના પ્રચાર પર આધાર 

- મલયાલમમાં દ્રશ્યમ થ્રી રીલિઝ થઈ ગઈ અને 12 દિવસમાં 100 કરોડ કમાઈ પણ ગઈ

મુંબઇ : અજય દેવગણ અને તબ્બુની દ્રશ્યમ ૩નું શૂટિંગ પુરુ થઇ જતાં પોસ્ટ પ્રોડકશનનું કામ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ આગામી  બીજી ઓક્ટોબરે રીલિઝ થવાની છે. બીજી તરફ મોહનલાલની મલયાલમ 'દ્રશ્યમ થ્રી' ઓલરેડી રીલિઝ થઈ ચૂકી છે અને ૧૨ દિવસમાં ૧૦૦ કરોડથી વધુની કમાણી સમગ્ર દેશમાં કરી ચૂકી છે. 

આ સંજોગોમાં હવે અજય દેવગણની ટીમ એક જ વાતનો પ્રચાર કરી રહી છે કે મલયાલમ 'દ્રશ્યમ થ્રી' કરતાં હિન્દીની વાર્તા ઘણી જુદી હશે. 

આ વખતે હિન્દીમાંથી અક્ષય ખન્નાની બાદબાકી થઈ ગઈ છે અને તેને સ્થાને જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ છે. તે સિવાય શ્રીયા સરન અને ઇશિતા દત્તા સહિતના કલાકારો પણ જોવા મળશે.