જેન ઝીને ઉપદેશ આપતી ભૂમિ પોતે સ્ટુડન્ટ તરીકે ઉદ્ધત હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જેન ઝીની ટીકા કરતાં ભૂમિ ચોમેરથી ઘેરાઈ
- ભૂમિની એક્સ ટીચરે પોલ ખોલી, ગાયિકા નેહા ભસીને પણ તેની ઝાટકણી કાઢી
મુંબઈ : એકટ્રેસ ભૂમિ પેડણેકર જેન ઝીની ટીકા કરવા જતાં ભેરવાઈ પડી છે. ભૂમિ પેડણકરે તાજેતરનાં જેન ઝી આંદોલન દરમિયાન જેન ઝીની ભાષાની ટીકા કર્યા બાદ તે ભારે ટ્રોલ થઈ રહી છે.
એક એક્ટિંગ સ્કૂલમાં ભૂમિનાં ટીચર રહી ચૂકેલાં શ્રુતિ દેસાઈએ ભૂમિની પોલ ખોલતાં કહ્યું હતું કે તે હાલ વિદ્યાર્થીઓને ભાષા બાબતે સલાહ આપી રહી છે પરંતુ તે પોતે એક વિદ્યાર્થિની તરીકે ભારે ઉદ્ધત હતી અને પોતાના પ્રશિક્ષકોનું જરાય માન જાળવતી ન હતી.
બીજી તરફ ગાયિકા નેહા ભસિને ભૂમિની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ભૂમિ પેડણેકર લોક અપ પે ભી સ્ક્રિપટેડ થી ઔર પ્રોટેસ્ટ કો લેકર ભી. મુદ્દા નહીં હૈ તો ચૂપ રહેના બેસ્ટ હૈ બહેન.
નેટ યૂઝર્સે પણ ભૂમિની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જ્યારે સ્ટુડન્ટ્સ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમની પર પેલેટ ગન વાપરવામાં આવી ત્યારે તો તે કશું બોલી નહોતી.
ભૂમિ પેડણેકર ફિલ્મોમાં ફલોપ ગઈ છે અને ઓટીટી પ્રોજેક્ટસના આધારે ઈન્ડસ્ટ્રીમાં ટકવાના ફાંફા મારી રહી છે. આ સંજોગોમાં તેણે પબ્લિસિટી ખાટવા વિવાદાસ્પદ નિવેદન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.









