Entertainment

'કંગુઆ'ના એડિટરનું નિધન, ફિલ્મ રિલીઝ પહેલા ઘરમાંથી મૃતદેહ મળી આવતા હડકંપ

By GS Team
30 Oct 20242 mins read
This article was originally published on 30 Oct 2024
TukuTouch Logo
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. જાણીતો ફિલ્મ એડિટર નિશાદ યુસુફ પોતાના ઘરમાં જ મૃત અવસ્થામાં મળ્યો છે. બુધવારે કોચ્ચિના એપાર્ટમેન્ટમાં યુસુફનો મૃતદેહ મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કંગુઆ'ના એડિટરનું નિધન, ફિલ્મ રિલીઝ પહેલા ઘરમાંથી મૃતદેહ મળી આવતા હડકંપ

Image: Facebook

Nishadh Yusuf Passed Away: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. જાણીતા ફિલ્મ એડિટર નિશાદ યુસુફ પોતાના ઘરમાં જ મૃત અવસ્થામાં મળ્યા છે. બુધવારે કોચ્ચિના એપાર્ટમેન્ટમાં યુસુફનો મૃતદેહ મળ્યો છે. હાલ તેના મોતનું કારણ સામે આવ્યું નથી પરંતુ પોલીસને આત્મહત્યાની શંકા છે. 

ધ ફિલ્મ એમ્પ્લોયઝ ફેડરેશન ઓફ કેરળ (FEFKA) ડાયરેક્ટર્સ યુનિયને નિશાન યુસુફના નિધનની પુષ્ટિ કરી છે. યુનિયને પોતાના ફેસબુક પેજ પર નિશાદ યુસુફની એક તસવીર શેર કરતાં લખ્યું, 'બદલાતા મલયાલમ સિનેમાના કન્ટેમ્પરરી ફ્યૂચરને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર ફિલ્મ એડિટર નિશાદ યુસુફનું અચાનક નિધન કંઈક એવું છે જેનો ફિલ્મ જગત સ્વીકાર કરી શકશે નહીં. FEFKA ડાયરેક્ટર્સ યુનિયન તરફથી સંવેદનાઓ.'

સૂર્યાએ આપી નિશાદને શ્રદ્ધાંજલિ

'કંગુવા' એક્ટર સૂર્યાએ પણ એક્સ પર પોસ્ટ કરતાં નિશાદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નિશાદનો એક ફોટો શેર કરતાં તેમણે લખ્યું- આ સાંભળીને દિલ તૂટી ગયુ કે નિશાદ હવે નથી રહ્યાં! તમને ટીમ 'કંગુવા' ના એક શાંત અને મહત્વના વ્યક્તિ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. અમારા વિચારો અને દુઆઓમાં. નિશાદના પરિવાર અને મિત્રો માટે મારી હાર્દિક સંવેદનાઓ.

આ પણ વાંચો: બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ, બોયફ્રેન્ડે જાહેરમાં કહી દીધું આઈ લવ યૂ!

નિશાદ યુસુફને મળ્યો હતો બેસ્ટ એડિટરનો એવોર્ડ

નિશાદ યુસુફના કરિયરની વાત કરીએ તો તે 'ઉંડા' અને 'થલ્લુમાલા' જેવી ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતો છે. તેણે તાજેતરમાં જ બેસ્ટ એડિટરનો કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ પણ જીત્યો હતો. સૂર્યા અને બોબી દેઓલ સ્ટારર અપકમિંગ ફિલ્મ 'કંગુવા' નો એડિટર પણ તે જ છે. ફિલ્મ 14 નવેમ્બરે રિલીઝ થવાની છે અને આ પહેલા જ અચાનક તેના મોતની ખબરે તમામને ચોંકાવ્યા છે. આ સિવાય નિશાદે મમૂટીની અપકમિંગ ફિલ્મ 'બાજૂકા' પર પણ કામ કર્યું હતું.